Gujarat rain : વરસાદની મેરેથોન ઈનિંગ માટે તૈયાર થઈ જાવ, આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
Gujarat rain : ગુજરાતમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
ખાસ કરીને, બનાસકાંઠા, પાટણ, કચ્છ, જામનગર, મોરબી અને દ્વારકા જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસશે તેવી આગાહી છે.
આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે તંત્ર અને નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને દ્વારકા જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
21 થી 25 જુલાઈ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ વરસાદ ચોમાસાની ઘટ પૂરી કરવામાં મદદરૂપ થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે જુલાઈના અંતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
રાજ્યમાં જૂન અને જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ 51 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે રાહતની વાત છે. આ આગામી વરસાદનો રાઉન્ડ રાજ્યમાં પાણીની અછતને પહોંચી વળવા અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
