Gujarat Rain : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, છેલ્લા 24 કલાકમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો

Gujarat Rain : ગુજરાતમાં વરસાદની નવી ઈનિંગ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે.

જણાવી દઈએ કે, 2 ઓગસ્ટ સવારે 10 વાગ્યાથી 3 ઓગસ્ટ સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 144 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

Gujarat Rain

આંકડાઓ પર નજર કરીએ તો, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અહીં 24 કલાકમાં 18 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ નેત્રંગ તાલુકામાં પણ 9 ઈંચ જેટલો વરસાદ રેકોર્ડ થયો છે.

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, વલસાડમાં 3.78 ઈંચ અને વાપીમાં 2.95 ઈંચ વરસાદ, સુરતના પલસાણામાં 2.80 ઈંચ વરસાદ, કચ્છના રાપરમાં 2.56 ઈંચ,સુરતના માંગરોળમાં 2.44 ઈંચ વરસાદ, વલસાડના પારડીમાં 2.32 ઈંચ અને ખેરગામમાં 2.28 ઈંચ વરસાદ નોંધાયો છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ભારે વરસાદને પગલે નવસારી અને ગણદેવી તાલુકામાં શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. અહીં પૂર્ણા અને અંબિકા નદીમાં પૂરની સ્થિતી વચ્ચે લોકોને સાવધાન રહેવા અપીલ કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે 3 થી 9 સપ્ટેમબર સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X