ગુજરાત સરકારે PUC સર્ટિફિકેટ ચાર્જમાં વધાર્યો કર્યો
ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર વિભાગે હવે વાહનો માટેના PUC (પોલ્યુશન અન્ડર કંટ્રોલ) સર્ટિફિકેટ ફીમાાં વધારો કર્યો છે. રાજ્યભરના ૨,૦૦૦ PUC કેન્દ્રો, જેમાં અમદાવાદના ૨૫૦ કેન્દ્રોનો સમાવેશ થાય છે ત્યાં તાત્કાલિક અસરથી નવા દરો લાગુ પડશે.

આ ફી વધારો દ્વિચક્રીય વાહનથી લઈને કાર અને ભારે વાહનો સુધીના તમામ પ્રકારના વાહનોને લાગુ પડે છે અને કેન્દ્ર સંચાલકોને નિર્ધારિત દરથી વધુ રકમ વસૂલવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
અનેક વર્ષો બાદ આ દરોમાં ૫૦ થી ૬૭ ટકા સુધીનો વધારો થયો છે, જે હવે રાજ્યના વિવિધ કેન્દ્રો પર અમલમાં છે. છ મહિનાથી એક વર્ષ સુધી માન્ય રહેતા PUC પ્રમાણપત્રોની ઑનલાઇન નોંધણી ફરજિયાત છે અને તેને વાહન પોર્ટલ પર દૃશ્યમાન કરવા પડશે.
વાહન કેટેગરી મુજબના નવા PUC ભાવ
- દ્વિચક્રીય વાહન : ૫૦ (જૂનો ૩૦)
- ત્રિચક્રીય વાહન: ૬૦ (જૂનો ૫૦)
- કાર (CNG, LPG, પેટ્રોલ): ૧૩૦ (જૂનો ૮૦)
- ડીઝલ અને ભારે વાહન: ૧૫૦ (જૂનો ૧૦૦)
RTO દ્વારા અગાઉ તપાસ અને કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, સત્તાવાળાઓએ નોંધ્યું છે કે કેટલાક કેન્દ્રો હજુ પણ યોગ્ય વિગતો ઑનલાઇન દાખલ કર્યા વિના પ્રમાણપત્રો જારી કરી રહ્યા છે. વિભાગે ભારપૂર્વક જણાવ્યું છે કે તમામ PUC કેન્દ્રોએ જારી કરાયેલા દરેક પ્રમાણપત્રની સંપૂર્ણ વિગતો ફરજિયાતપણે ઑનલાઇન અપલોડ કરવી પડશે.
આ ભાવ વધારો PUC કેન્દ્ર માલિકો દ્વારા લાંબા સમયથી ઉચ્ચ દરોની માંગણી રજૂ કર્યા બાદ કરવામાં આવ્યો છે. વાહનવ્યવહાર વિભાગે વાહનોની યોગ્ય તપાસ થાય અને PUC સર્ટિફિકેટ સચોટ રીતે જારી થાય તે સુનિશ્ચિત કરવા માટે નિયમિત નિરીક્ષણની સૂચના પણ આપી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
