વાઇબ્રન્ટ ગુજરાત સમિટના વિદેશી મહેમાનો માટે ગુજરાત પોલીસને શિષ્ટાચાર શીખવાડાશે
અમદાવાદ, 9 સપ્ટેમ્બર : આતંકવાદી જૂથ અલ કાયદાનો ધમકીભર્યો વિડિયો રિલીઝ થયા બાદ દેશમાં અલ કાયદાએ ટાર્ગેટ કરેલા રાજ્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વધારવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહેલા છે. આની સાથે ગુજરાતમાં આવી રહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015 અને પ્રવાસી ભારતીય જેવી મોટી ઇવેન્ટમાં સુરક્ષાના મુદ્દે ચૂક રહી ના જાય તે માટે ગુજરાત પોલીસના જવાનોને સુરક્ષા અને સતર્ક રહેવાના સંદર્ભમાં વિશેષ તાલીમ આપવાનું આયોજન થઇ રહ્યું છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સંદર્ભમાં ગુજરાત પોલીસના જવાનોને સુરક્ષાની સાથે શિષ્ટાચાર અને અદબ દાખવવાની પણ વિશેષ તાલીમ આપવામાં આવનાર છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2015માં ભાગ લેવા આવનારા અંદાજે 3000 જેટલા વિદેશી પ્રતિનિધિઓ તથા એનઆરઆઇની સુરક્ષા માટે ગુજરાત પોલીસ ઇન્ટેલિજન્સ બ્યુરો, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની સાથે મળીને કામ કરશે. સમગ્ર ઇવેન્ટ પર તેઓ બાજ નજર રાખવાના છે.

ગુજરાત પોલીસના જવાનોને સુરક્ષામાં કડકાઇ પરંતુ બોલચાલ અને વ્યવહારમાં શિષ્ટાચાર અને અદબ પણ શીખવવામાં આવશે. આ માટે ગુજરાતના અધિક મુખ્ય સચિવ એસ કે નંદાએ આગોતરી તૈયારીઓ શરૂ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત પોલીસના ડીવાયએસપી અને ડીઆઇજી કક્ષાના અધિકારીઓની સાથે સેન્ટ્રલ રિઝર્વ ફોર્સના જવાનોને શિસ્ત અને અદબની ખાસ તાલીમ આપવામાં આવશે.
સભ્યાતાના સંદર્ભની આ તાલીમમાં વિદેશી મહેમાનો સાથે કઇ રીતે વર્તુવુ, કઇ રીતે વાત કરવી, તેમના આગમન સમયે કેવી રીતે શિસ્તબદ્ધ અને શાલીનતાથી ઉભા રહેવું વગેરે જેવી બાબતો આવરી લેવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
