ગુજરાત પોલીસે વેરાવળ પોર્ટ પરથી 350 કરોડથી વધુનું હેરોઈન જપ્ત કર્યુ
ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે તેની સતત ઝુંબેશ ચલાવી મોટી મોટી સફળતા હાંસલ કરી છે. હાલમાં જ ગુજરાત પોલીસે વેરાવળ પોર્ટ પરથી 350 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યુ છે.
આ અંગે વિગતો આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસે વેરાવળ બંદરના નલિયા ગોલી કિનારે દરોડો પાડીને 350 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સના 50 કિલો સીલબંધ પેકેટો જપ્ત કર્યા છે.

તેમણે જણાવ્યુ કે, આ ઓપરેશન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને NDPS ટીમ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું અને તેમાં સફળતા મેળવી. આ ઓપરેશન દરમિયાન કુલ 9 આરોપીઓને પકડવામાં આવ્યા છે, જેમાં 3 મુખ્ય આરોપી છે.
તેમણે ટ્વિટ કર્યુ અને લખ્યુ તે, ગુજરાત પોલીસની સતર્કતાના કારણે ડ્રગ્સ સામેનું આ વિશાળ અભિયાન સફળતાના નવા સ્તરે આગળ વધી રહ્યું છે. ડ્રગ્સને નાબૂદ કરવાના સફળ અભિયાન માટે ગીર સોમનાથ પોલીસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.
પોલીસે આ કેસમાં એક બોટ, સેટેલાઇટ ફોન અને એક વાહન પણ જપ્ત કર્યું છે. માછીમારી બોટ દ્વારા સૂચના અને ચેતવણી આપ્યા બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
માનવામાં આવે છે કે હેરોઈન ઈરાનથી લાવવામાં આવ્યું હતું. મુર્તુઝા બલોચે આ માલ મોકલ્યો હતો. ઇશાક ઉર્ફે મામા તેને રાજકોટમાં પહોંચાડવાનો હતો. આરોપી કાર ચાલક આસીફ ઉર્ફે કારા જુસબ સમા જામનગરનો રહેવાસી છે. જામનગરના અન્ય એક વ્યક્તિ અરબાઝ અનવર મેમણ પણ પકડાયો છે. ધર્મેન્દ્ર કશ્યપ આ કેસમાં પકડાયેલ અન્ય એક શખ્સ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
