પુરમાં ફસાયેલી બાળકીઓને બચાવવા માટે હનુમાન બન્યો પોલીસકર્મી
ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરનો કહેર સર્જાયો છે. અહીં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે.
ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરનો કહેર સર્જાયો છે. અહીં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા સેના, એનડીઆરએફ અને પોલીસકર્મીઓની મદદ લેવામાં આવી રહી છે. આ દરમિયાન બચાવનો એક વીડિયો સામે આવ્યો છે જેના બધે જ વખાણ થઈ રહ્યા છે. વીડિયોમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બે બાળકોને પાણીની વચ્ચે તેના ખભા પર બેસાડીને સલામત સ્થળે લઈ જઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે કોન્સ્ટેબલની હિંમતનો વીડિયો ગુજરાત પોલીસે તેના ટ્વિટર એકાઉન્ટ પર મૂક્યો છે.

મળતી માહિતી મુજબ આ વાયરલ વીડિયો ગુજરાતના મોરબી શહેરનો છે. મોરબીના આ પોલીસ કોન્સ્ટેબલનું નામ પૃથ્વીરાજ સિંહ જાડેજા છે. જેની બચાવ કામગીરીનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે કલ્યાણપુરની કસ્તુરબા ગાંધી સ્કૂલમાં ભણવા માટે બાળકો વહેલી સવારે શાળાએ ગયા હતા. ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો અને પાંચ કલાક સુધી વરસાદ વરસતો રહ્યો હતો. પાંચ કલાકના વરસાદ પછી ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા. આને કારણે સ્કૂલે આવેલા 43 બાળકો અહીંથી નીકળી શક્યા નહીં.
આ પણ વાંચો: ગુજરાતમાં ઋતુનો 77.8% વરસાદ પડ્યો, 24 કલાકમાં 228 તાલુકા જળમગ્ન થયા
શાળા પ્રશાસને તાત્કાલિક પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની મદદ લીધી હતી. પોલીસ ટીમમાં કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ પણ હાજર હતા જે બાળકોને સ્કૂલમાંથી બહાર કાઢવા માટે પહોંચ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રને મદદ કરવા એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી. એનડીઆરએફ ટીમને આ બોટ દ્વારા બાળકોને બહાર કાઢવામાં મુશ્કિલ પડી રહી હતી. આવી સ્થિતિમાં ગુજરાત પોલીસના આ બહાદુર સૈનિકે બે છોકરીઓને તેના બંને ખભા પર બેસાડીને પાણીની બહાર લાવ્યા હતા.












Click it and Unblock the Notifications
