ગુજરાતની પેટાચૂંટણીઓ માટે CM આનંદીબેન પટેલનો પ્રચાર કાર્યક્રમ
ગાંધીનગર, 3 સપ્ટેમ્બર : ગુજરાતમાં આગામી 13 સપ્ટેમ્બરના રોજ વડોદરાની લોકસભા તથા રાજ્ય વિધાનસભાની 9 બેઠકો માટે પેટાચુંટણી યોજાવાની છે. આ પેટા ચૂંટણીઓમાં પ્રચાર માટે ખુદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઝંપલાવ્યું છે. આજે તેમનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ જાહેર થયો છે.
મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાંચ દિવસમાં 10 જાહેરસભાઓ સંબોધી લગભગ તમામ મત વિસ્તારને આવરી લેશે. મત વિસ્તારદીઠ તેમની સરેરાશ એક-એક સભા યોજવામાં આવી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી રહયા ત્યાં સુધી કયારેય પેટાચુંટણીના પ્રચારમાં જતા ન હતા. તેમના નામે જ ચુંટણી લડવામાં આવતી હતી. હવે સમય બદલાયો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે નથી.
ગુજરાતને મહિલા મુખ્યમંત્રીના સ્વરૂપે આનંદીબેન મળ્યા પછી પ્રથમ વખત ધારાસભા અને સંસદના મતક્ષેત્રમાં જનાદેશ માંગવામાં આવી રહયો છે. ચુંટણીમાં ભાજપ હસ્તકની તમામ બેઠકો જાળવી રાખવા આખુ ગુજરાત ભાજપ કાર્યરત છે. આ કારણે જ આનંદીબેન પોતાના તરફથી કોઇ કચાશ રાખવા માંગતા નથી. તેઓ ભાજપની સ્થિતિને વધુ મજબુત કરવા જાતે જ ચુંટણી પ્રચાર કરવાનું આયોજન કર્યું છે.
મુખ્યમંત્રી આનંદીબેન 6 સપ્ટેમ્બરના રોજ ખંભાળિયા અને માળિયા હાટીનામાં, 7 સપ્ટેમ્બર રવિવારે તળાજા અને આણંદમાં, 8 સપ્ટેમ્બર સોમવારે સાંજે 4 વાગ્યે ટંકારામાં, 9 સપ્ટેમ્બરે લીમખેડા અને વડોદરામાં તથા 10 સપ્ટેમ્બરે ખેડા અને મણિનગરમાં સભા સંબોધશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
