ગુજરાતના અધિકારીઓને ચૂંટણી પંચના નિષ્ણાતો દ્વારા તાલીમ!
ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ની તૈયારીના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા ૨૩ ઓગસ્ટથી ૨૬મી ઓગસ્ટ દરમિયાન રાજ્યના ૧૮ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે સર્ટિફિકેશન પ્રોગ્રામ અંતર્ગત તાલીમ યોજવામાં આવી છે.
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ની તૈયારીના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા ૨૩ ઓગસ્ટથી ૨૬મી ઓગસ્ટ દરમિયાન રાજ્યના ૧૮ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે સર્ટિફિકેશન પ્રોગ્રામ અંતર્ગત તાલીમ યોજવામાં આવી છે.

ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટેના સર્ટિફિકેશનના ચાર દિવસના સઘન તાલીમ કાર્યક્રમમાં નવી દિલ્હીના IIIDEM ના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ અને ચૂંટણી પંચના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમના અંતે એક ઑનલાઈન ઈવેલ્યુએશન ટેસ્ટ લેવામાં આવશે, જેમાં ટેસ્ટ આપનાર અધિકારીઓએ ૮૦ ટકા સ્કોર કરનારને કેટેગરી-એ તથા કટઑફ માર્ક્સ તરીકે કેટેગરી-બી મુજબ ૫૦ ટકા સ્કોર કરવાનો રહેશે. આ ઉપરાંત ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને આપવામાં આવી રહેલી તાલીમના આશરે એક માસ બાદ ચૂંટણી પંચ દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ડાઉટ ક્લિયરિંગ સેશન યોજવામાં આવશે, જેના બીજા દિવસે ટેસ્ટ પણ લેવામાં આવશે. જે તાલીમાર્થી અધિકારીનું મુલ્યાંકન વાજબી નહીં ઠરે તેવા તાલીમાર્થીઓને બે અઠવાડિયા બાદ પરીક્ષા પાસ કરવા માટે બીજી તક આપવામાં આવશે.
આ તાલીમ કાર્યક્રમમાં, રાજકોટના ટાગોર રોડ પર આવેલા એ.વી.પી.ટી.આઈ. અને અમદાવાદના સેટેલાઈટ રોડ પર આવેલા સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખાતે, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ,ગાંધીનગર,સુરેંદ્રનગર અને પોરબંદર જિલ્લાના મળી, ૮૬ ચૂંટણી અધિકારીઓ અને ૧૦૫ મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત કુલ ૧૯૧ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
