મોરબીઃ પાડોશી જ બન્યો હેવાન, 3 વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચર્યો
મોરબીઃ પાડોશી જ બન્યો હેવાન, 3 વર્ષની માસૂમ પર રેપ કર્યો
મોરબીઃ ગુજરાતમાં બાળકો અને મહિલાઓ પરના ગુનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેમાં પણ રેપની ઘટનાઓમાં છેલ્લા કેટલાક સમયમાં વધારો થયો છે. હેવાનીઓ માસૂમ બાળકીઓને પણ નથી બક્ષી રહ્યા. ગુજરાતમાં વધુ એક ચાઈલ્ડ રેપનો કેસ સામે આવ્યો છે. મોરબીમાં 3 વર્ષની માસૂમ બાળકી પર તેના જ પાડોશીએ દુષ્કર્મ આચર્યાની કંપાવી મુકે તેવી ઘટના સામે આવી છે. શનિવારે આ ભયાનક ઘટના બની હતી, રવિવારે લોકલ પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે.

સૂત્રો મુજબ આરોપીની ઓળખ રમેશ કોળી તરીકે થઈ છે, જે મોરબીના ઈન્દિરા નગર વિસ્તારનો રહેવાસી છે. મોરબી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેક્ટર એ.બી. જાડેજાએ જણાવ્યા મુજબ બાળકી રમેશ કોળીના ઘરે રમવા માટે ગઈ હતી, એ સમયે આરોપી ઘરે એકલો જ હતો જેનો ફાયદો ઉઠાવી નરાધમે બાળકી પર રેપ ગુજાર્યો.
બાળકી ઘરે ફરી ત્યારે તેના કપડાંમાં લોહીના ડાઘા જોઈ બાળકીના પરિજનો રમેશ કોળીના ઘરે પહોંચ્યા તો ત્યાં પણ લોહી પડ્યું હતું. બાળકીના માતા-પિતાએ FIR નોંધાવી છે. POCSO એક્ટ અંતર્ગત આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાનો ભોગ બનેલ બાળકીને મેડિકલ ચેકઅપ માટે તુરંત હોસ્પિટલે ખસેડવામાં આવી છે. ઘટના બની ત્યારથી નરાધમ પાડોશી લાપતા છે.
આ પણ વાંચો- લોકસભા ચૂંટણીની ઘોષણા સાથે જ હાર્દિક પટેલે મોટું એલાન કર્યું












Click it and Unblock the Notifications
