ગુજરાતઃ 101ના બદલે હવે 120 જગ્યા માટે ચીફ ઓફિસર વર્ગ-2ની ભરતી થશે
ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ- 1 અને 2 તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની વિવિધ કુલ-101 જગ્યાઓ પર ભરતી માટે સુધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ- 1 અને 2 તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની વિવિધ કુલ-101 જગ્યાઓ પર ભરતી માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક - 10/2019-20 હેઠળ કુલ 19 જગ્યાઓ ઉમેરવામાં આવી છે. જે અંગે ઉમેદવારોને માહિતી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 માટે કુલ 101 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી હતી જે હવે વધારીને 120 કરી દેવામાં આવી છે. વળી, વર્ગ-2ની કુલ 54 જગ્યાઓના બદલે હવે કુલ 73 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ચીફ ઓફિસર વર્ગ-2ની કુલ 19 જગ્યાઓમાંથી બિન અનામત 9, આર્થિક રીતે નબળા વર્ગ માટે 2, સામાજિક અને શૈક્ષણિક રીતે ફછાત વર્ગ માટે 5 તેમજ અનુચૂચિત જનજાતિ માટે 3 જગ્યા ફાળવવામાં આવી છે. વળી, મહિલાઓમાં સામાન્ય વર્ગ માટે 2, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 1 જગ્યા અનામત રાખવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ-1 તેમજ વર્ગ-2ની કુલ 120 જગ્યાઓ પૈકી સામાન્ય વર્ગ માટે 70, આર્થિક રીતે નબળા વર્ગ માટે 11, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 19, અનુસૂચિત જાતિ માટે 5, અનુસૂચિત જનજાતિ માટે 15 જગ્યાઓ ફાળવવામાં આવી છે. જેમાંથી મહિલાઓ માટે સામાન્ય વર્ગમાં 20, આર્થિકરીતે નબળા વર્ગમાં 1, સામાજિક અને શૈક્ષણિક રીતે નબળા વર્ગમાં 3, અનુસૂચિત જાતિમાં 1 તેમજ અનુસૂચિત જનજાતિમાં 2 જગ્યા અનામત રાખવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
