ગુજરાત હાઇકોર્ટે નરોડા પાટીયા કેસમાં દોષિત બાબુ બજરંગીને હંગામી જામીન આપ્યા
અમદાવાદ, 5 ઓગસ્ટ : આજે ગુજરાત હાઇકોર્ટે એક આદેશમાં નરોડા પાટિયા રમખાણ કેસમાં દોષિત ઠરેલા અને જેલવાસ ભોગવતા વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના નેતા બાબુ બજરંગીને હંગામી કે કામચલાઉ (ટેમ્પરરી) જામીન આપ્યા છે.
નોંધનીય છે કે આ જામીન બાબુ બજરંગીને તેમની આંખોની સારવાર કરાવવા માટે આપવામાં આવ્યા છે. એક મહિના પહેલા બાબુ બજરંગીએ તેમની આંખોની સારવાર કરાવવાના સંદર્ભમાં એક જામીન અરજી હાઇકોર્ટમાં કરી હતી.

નરોડા પાટિયા કેસમાં આજીવન કેદની સજા પામેલા બાબુ બજરંગીએ કરેલી જામીન અરજીમાં એવી રજૂઆત કરી હતી કે તેમની આંખોમાં 90 ટકા અને 40 ટકા વિઝન જતું રહ્યું છે. તેથી તેમને જરૂરી ટ્રીટમેન્ટ કરાવવા કામચલાઉ જામીન જરૂરી છે.
નોંધનીય છે કે નીચલી અદાલતે ૨૦૧૨માં બાબુ બજરંગીને આજીવન કેદની સજા કરી હતી. જો કે તે સામે આ પહેલા પણ નવેમ્બર, 2013માં પણ ગુજરાત હાઈકોર્ટે બાબુ બજરંગીને તેમના પિતાની સારવારના સંદર્ભમાં એક મહિનાના જામીનની માંગ સામે દસ દિવસના જામીન આપ્યાં હતા.
નોંધનીય છે કે નરોડા પાટિયા કાંડમાં 50થી વધુ લોકોના મોતના મામલે કોર્ટે માયાબહેન કોડનાની, બાબુ બજંરગી સહિત દસ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તાજેતરમાં માયા કોડનાનીને આ જ કેસમાં હાઈકોર્ટમાં કાયમી જામીન આપ્યા બાદ હવે બીજા આરોપીને પણ હાલ 11 દિવસના જામીન મળી ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
