ગુજરાતના દ્વારકામાં દે ધનાધન 18 ઇંચ, કેશોદમાં 17 ઇંચ વરસાદ
અમદાવાદ, 2 ઓગસ્ટ : ગુજરાતમાં હવામાન ખાતાની ચેતવણી અનુસાર શુક્રવારે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ નોંધાયો હતો. જેમાં યાત્રાધામ દ્વારકામાં મેઘ રાજાની દે ધનાધન બેટિંગથી 12 જ કલાકમાં 18 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કેશોદમાં 22 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
વિસાવદરના રતાંગ ગામમાં માત્ર પાંચ કલાકમાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. આ જિલ્લાઓના મોટા ભાગના ચેકડેમ ભરાઈ ગયા છે.

કેશોદમાં તો 22 કલાકમાં 17 ઇંચ વરસાદને પગલે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અહીંના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. ગુરૂવારનાં રાત્રીનાં 8 વાગ્યાથી શુક્રવારનાં સવારનાં 6 સુધીમાં 13 ઇંચ અને ત્યારબાદ બપોરનાં 4 સુધીમાં વધુ 4 ઇંચ વરસાદ વરસી ગયો હતો.
સાંબેલાધાર વરસાદથી શહેરની ઉતાવળી અને ટિલોરી નદીમાં ઘોડાપુર આવ્યા હતાં. કેશોદ શહેરમાં 40 લોકોને સલામત સ્થળે ખસેડાયાં. આ ઉપરાંત જાગનાથ, મહેશનગર, ચુનાભઠ્ઠી, મેઘના સોસાયટી, રણછોડનગર, ગોપાલનગર સહિતનાં વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાવા સાથે લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા હતાં.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ ધૂંઆધાર બેટીંગ કરતા સામાન્ય જીવન ખોરવાઇ ગયું હતું. શુક્રવારે સાંજે 4 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં વલસાડમાં 6.28 ઇંચ, પારડીમાં 5.28 ઇંચ, વાપીમાં 4.28 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
જો કે ગુજરાતમાં થરાદ, સાંતલપુર, રાધનપુર અને નખત્રાણામાં હજી પણ ઓછો વરસાદ નોંધાયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
