Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદી તાંડવ, નદીઓમાં પૂરની સ્થિતી
Gujarat Rain : ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જિલ્લામાં પડેલા આ ધોધમાર વરસાદમાં આહવા ખાતે 4.61 ઈંચ અને સાપુતારામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ખાતર, બાજ અને આંબાપાડા જેવા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

અંબિકા, ગીરા અને પૂર્ણા જેવી મુખ્ય નદીઓમાં પાણીની સપાટી ભયજનક રીતે વધી છે અને ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ નદીઓ કાંઠાના વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
નવરાત્રિની શરૂઆતમાં વરસાદ વિઘ્નરૂપ બનતાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. અનેક ગામડાંઓને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર થંભી ગયો છે, જેના કારણે લોકોની અવરજવર પર અસર પડી છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાઈ ગયા છે. ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક વધી છે, જેને પગલે ડેમના 10 દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ભારે વરસાદને કારણે ઓરંગા, પાર, વાંકી અને દમણ ગંગા જેવી નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે કુલ 16 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
