વાહ ભાઇ વાહ, ગુજરાતમાં 100થી વધુ ઉંમરવાળા કુલ 8143 મતદારો
ગાંધીનગર, 18 એપ્રિલ : ગુજરાત રાજયમાં લોકસભા ચૂંટણી 2014માં મતદાન કરનારી મતદારોની કુલ સંખ્યા 4.05 કરોડ છે. જેમાં 8143 ‘શતાયુ મતદારો'નો પણ સમાવેશ થાય છે. આ મતદારોની ઉંમર 100 વર્ષથી વધુની છે.
આ મતદારોની વિશેષતા એ હોય છે કે તેમને તમામ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનું ગૌરવ મળ્યું છે. 100 વર્ષથી વધુની ઉંમરના સૌથી વધુ મતદારો સુરત જિલ્લામાં નોંધાયા હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે.

રાજયના ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ‘સુરત જિલ્લામાં 1239 મતદારો જીવનની સદી વટાવી ચૂક્યા છે. જયારે સૌથી ઓછા ડાંગ જિલ્લામાં પાંચ મતદારો 100થી વધુ વર્ષના છે. અમદાવાદમાં 820, ભાવનગરમાં 662, રાજકોટમાં 424, અમરેલીમાં 374, વડોદરામાં 327 એવા મતદારો છે જેમની ઉંમર 100 વર્ષ કે તેથી વધુ હોય.'
અમદાવાદના અનેક મતવિસ્તારોમાં સદીવીર મતદારો નોંધવામાં આવ્યા છે. જેમાં જમાલપુર-ખાડિયા વોર્ડમાં 100થી વધુ મતદારો 100થી વધુ વર્ષની ઉંમરના નોંધવામાં આવ્યા છે.
રાજયમાં 80થી વધુ ઉંમરના પણ પાંચ લાખથી વધુ મતદારો ચૂંટણીપંચ દ્વારા નોંધવામાં આવ્યા છે. આ તમામ મતદારો છેલ્લાં સાતથી આઠ દાયકાથી મતદાન કરીને લોકશાહીને જીવંત રાખી રહ્યા છે. મતદાનના દિવસે પણ વૃદ્ધ મતદારોની વિશેષ હાજરી જોવા મળતી હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
