ગુજરાતમાં વધુ એક બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો, દાહોદના હડફ બ્રિજની હાલતને લઈને કાર્યવાહી
દાહોદ જિલ્લામાં વધુ એક પુલની જર્જરિત હાલત સામે આવતા સરકાર એક્શનાં આવી છે. અહેવાલો અનુસાર, લીમખેડાના હડફ બ્રિજને હાલ પૂરતો ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. પુલની સ્થિતિને ધ્યાનમાં લઈને પ્રશાસને સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આ નિર્ણય લીધો છે.
હડફ બ્રિજ બંધ કરાતા, હવે ભારે વાહનો માટે નવી માર્ગવ્યવસ્થા અમલમાં મુકાઈ છે. અમદાવાદ, બાલાસીનોર, સેવાલિયા અથવા ગોધરા તરફથી ઝાલોદ તરફ જતા વાહનો માટે હવે લીમખેડા બાયપાસ થકી વટેડા ગામ થઈને લીમડી તરફ માર્ગ સુચવવામાં આવ્યો છે.

આ નિર્ણય અસરગ્રસ્ત વાહનચાલકો માટે થોડો સમય માટે અસુવિધાજનક બની શકે છે, પરંતુ ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના અટકાવવા માટે પગલાં લેવાઈ રહ્યા છે.
જણાવી દઈએ કે, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે અને ગુજરાતભરમાં જર્જરિત પુલોની ચકાસણી કરાઈ રહી છે. આ પહેલા પણ રાજ્યના ઘણા પુલ બંધ કરાયા છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ગંભીરા બ્રિજ ધરાસાઈ થતા 20 લોકોના જીવ ગયા હતા. આ ઘટનાએ ગુજરાત સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. આ જ કારણ છે કે હવે સરકાર એક્શનમાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
