ગુજરાત સરકારે વીજળી પરનો ફ્યુઅલ સરચાર્જ ઘટાડ્યો, 1.75 કરોડ ગ્રાહકોને ફાયદો થશે
ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને ઓછી કિંમતે વીજળી પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જુલાઈ ૨૦૨૫થી વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૫ પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
ગુજરાત સરકાર દ્વારા 1 જુલાઈ ૨૦૨૫થી વીજળીના વપરાશ પર લાગતો ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ ૨.૩૦ના ઘટાડેલા દરે વસૂલવામાં આવશે.

આ દર ગુજરાત વીજળી નિયમન આયોગ (GERC) દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાથી રાજ્યના લગભગ ૧.૭૫ કરોડ ગ્રાહકોને ફાયદો થશે. જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન વીજળીના બિલમાં ૪૦૦ કરોડથી વધુની બચત થવાની અપેક્ષા છે.
જાન્યુઆરી ૨૦૨૪થી ફ્યુઅલ સરચાર્જનો દર પ્રતિ યુનિટ ૩.૩૫ થી ઘટાડીને ૨.૮૫ કરવામાં આવ્યો હતો, જે ૫૦ પૈસાનો ઘટાડો હતો. આ રાહતને આગળ વધારતા ઓક્ટોબર ૨૦૨૪થી આ દરમાં વધુ ૪૦ પૈસાનો ઘટાડો કરીને ૨.૪૫ પ્રતિ યુનિટ કરવામાં આવ્યો હતો.
૨૦૨૫-૨૬ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન ૨૦૨૫) દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ ૨.૪૫ જ રહ્યો હતો. હવે રાજ્ય સરકારે વર્તમાન ફ્યુઅલ સરચાર્જને પ્રતિ યુનિટ વધુ ૧૫ પૈસા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
