કાયદાના સ્નાતકોને વ્યવસાય શરૂ કરવા સરકારી યોજના બને આર્થિક મદદરૂપ
કાયદાના સ્નાતકોને વ્યવસાય શરૂ કરવા સરકારી યોજના બને આર્થિક મદદરૂપ
રાજ્ય સરકાર દ્વારા કાયદાના સ્નાતકોને પોતાનો સ્વતંત્ર ધંધો કે વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી અનુભવ મેળવવા અને સાધન સામગ્રી ખરીદવા માટેની આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે સમાજ કલ્યાણ દ્વારા આર્થિક જોગવાઇ પણ કરવામાં આવી છે. સમાજમાં સામાજિક અને આર્થિક દબાયેલા વર્ગના લોકોને પોતાના સ્વતંત્ર ધંધા વ્યવસાય થકી આત્મનિર્ભર થવાની દિશામાં રાજ્ય સરકારની આ યોજના સમાજકલ્યાણકારી છે.

સામાન્ય રીતે આ યોજના અનુ જાતિના કાયદાના સ્નાતકને સાત હજારની વ્યાજ વગરની આર્થિક લોન અને પાંચ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. જે સહાય મેળવવા માટેનો માપદંડ શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખની આવક નિર્ધારિત કરવામાં આવી છે. આ ઉપરાંત કાયદાના સ્નાતકોને સિનિયર વકીલ પાસે પ્રેક્ટિશ મેળવવા માટે ત્રણ વર્ષ સુધી સિનિયર વકીલ અને તેના આસિસ્ટન્ટને દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં, પ્રથમ વર્ષે એક હજાર, બીજા વર્ષે 800 રૂપિયા અને ત્રીજા વર્ષે 600 રૂપિયા લેખે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ વર્ષ 2020-21માં 472 લાભાર્થીઓને આ સહાય અને સ્ટાઇપેન્ડ પુરા પાડવામાં આવ્યા હતા. જેમાં, 2021થી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સમાજના દરેક વર્ગના લોકોને ન્યાય માટે તૈયાર થતા આ વંચિત તબક્કાના વિકાસ માટે 1025 લાભાર્થીઓને તેનો લાભ આપવા માટેનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
આ અંગે ગાંધીનગરના અમૃતલાલે જણાવ્યુ હતુ કે, સમાજ કલ્યાણની આ કાયદાના સ્નાતકોને આપવામાં આવતી સહાય અને સ્ટાઇપેન્ડના કારણે હું વકીલાતના વ્યવસાયમાં સફળ થયો છું. મને સ્ટાઇપેંડના કારણે સિનિયર પણ સરળતાથી મળ્યા અને હાલમાં મારી સારી પ્રેકટિશ ગાંધીનગર અને અમદાવાદ કોર્ટમાં ચાલી રહી છે.
જ્યારે, ગાંધીનગરના અમિતા વાઘેલાએ જણાવ્યું હતુ કે, કોર્ટમાં પ્રેક્ટિશ કરવા માટે અનુભવ અને સમય હોવો જરૂરી છે. એક-બે વર્ષ સુધી કોઇ આવક થતી હોતી નથી. આ સમયમાં સરકારની આ સ્ટાઇપેંડ પર અમને ઘણી રાહત મળી અને હવે જ્યારે ધિકતી પ્રેક્ટિશ શરૂ થઇ છે.
રાજ્યમાં જ્યારે ધંધા વ્યવસાય ઠપ્પ થઇ રહ્યા છે, પરંતું, વકિલાતના ધંધામાં કોઇ હરિફાઇ નથી. જો તમારી પાસે યોગ્ય નેટવર્ક અને કાયદાનું પુરતું જ્ઞાન હોય તો વકિલાતના વ્યવસાયમાં સફળતા મળી શકે છે. રાજ્ય સરકાર પણ સ્ટાઇપેન્ડ અને આર્થિક લોન આપે છે. જે, માટે જરૂરી આધારપુરાવા સાથે ઓનલાઇન અરજી કરવાની રહે છે.












Click it and Unblock the Notifications
