રાજયમાં પશુઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ નિરંતર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : રાઘવજીભાઈ પટેલ
રાજયમાં પશુઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ નિરંતર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : રાઘવજીભાઈ પટેલ
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે રાજયમાં પશુઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ નિરંતર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં કહ્યું કે, રાજ્યમાં સામાન્ય, આદિજાતિ અને અનુસુચિત જાતિ વિસ્તારમાં અનુક્રમે ૨૦, ૧૦ અને ૧૦ એમ કુલ ૪૦ નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરાશે. જેમાં પશુચિકિત્સા અધિકારી તેમજ એટેન્ડેન્ટ અને પટાવાળાની જગ્યાઓ પણ મંજુર કરવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં પશુપાલનને ખેતીના પૂરક વ્યવસાય તરીકે નહિ પરંતુ એક આગવા વ્યવસાય તરીકે અપનાવવામાં આવ્યો છે. તેને કારણે પશુપાલકો પરંપરાગત પશુપાલનને બદલે સારી ઓલાદના અને વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓ રાખીને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરતા થયા છે. આ સંજોગોમાં રાજયના પશુપાલકોના પશુઓને ગુણવત્તાસભર પશુઆરોગ્ય સેવાઓ નિરંતર મળતી રહે તે અતિ આવશ્યક છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂપિયા ૨૪૦ લાખની બજેટ જોગવાઈ સાથે સમગ્ર રાજ્યમાં વધુ ૪૦ નવા સ્થાયી પશુદવાખાનાની સ્થાપના કરવા મંજુરી આપી છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, હાલ રાજ્યમાં ૭૦૨ પશુ દવાખાના અને ૩૪ વેટરીનરી પોલીક્લિનીક એમ કુલ ૭૩૬ સ્થાયી પશુ સારવાર સંસ્થા કાર્યરત છે. આ ઉપરાંત રાજ્ય સરકાર સંચાલિત ૪૫ અને GVK-EMRI મારફતે પી.પી.પી. ધોરણે કાર્યરત ૪૬૦ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ પણ ઉપલબ્ધ છે. તેમાં આ નવા ૪૦ સ્થાયી પશુદવાખાનાનો ઉમેરો થતાં રાજ્યના પશુપાલકોને પોતાના નજીકના સ્થળે પશુસારવાર અને સંલગ્ન તમામ સેવાઓ મળી રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
