ગુજરાતના નવા રાજ્યપાલે 14 બિલોને આપી મંજૂરી
ગાંધીનગર, 1 ઓગસ્ટ : ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ તાજેતરમાં બજેટ સત્રમાં રાજ્ય વિધાનસભામાં પસાર કરવામાં આવેલા તમામ 14 બિલને મંજૂરીની મહોર મારી દીધી છે.
બજેટ સત્રમાં પસાર કરાયેલા બિલને ખુબ ઝડપથી મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિની મંજુરી માટે લોકાયુક્ત આયોગ બિલ 2013ને કેન્દ્ર સરકાર પાસે મોકલી દેવામાં આવ્યું છે.

રાજ્યપાલ દ્વારા મંજુરી આપવામાં આવેલા તમામ બિલ હવે કાયદામાં ફેરવાઈ જશે. રાજ્ય સરકાર દ્વારા નિયમો અને ધારાધોરણોના સંદર્ભમાં જાહેરનામુ બહાર પાડવામાં આવે ત્યાપ પછી ઔપચારિક પ્રક્રિયા હાથ ધર્યા બાદ આ તમામ બિલ કાયદામાં ફેરવાઈ જશે.
ટાઉન પ્લાનિંગ બિલ સહિત કેટલાક બિલ ખુબ જ મહત્વપૂર્ણ છે જેનો કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે નવા રાજ્યપાલે લોકલ ઓથોરિટી કાયદા સુધારા બિલને હજુ લીલીઝંડી આપી નથી. આ બિલમાં સ્થાનિક ચૂંટણીમાં ફરજિયાત મતદાનની જોગવાઈ છે.
અન્ય કેટલાક બિલ પણ પેન્ડિંગ રહેલા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સુધારા ટાઉન પ્લાનિંગ બિલમાં સરકારની સત્તા વધારવામાં આવી છે. રાજ્ય સરકારને ટાઉન પ્લાનિંગ સ્કીમને ઝડપથી અમલી બનાવવા રાજ્ય સરકારને વધુ સત્તાઓનો સમાવેશ થાય છે.
રાજ્યપાલે કયા બિલને આપી મંજુરી?
- ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ બિલ
- ગુજરાત ટેનેન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ બિલ
- ગુજરાત કોર્ટ ફી સુધારા બિલ 2014
- ગુજરાત સિવિલ કોર્ટ સુધારા બિલ 2014
- ગુજરાત એગ્રીકલ્ચર યુનિર્વસિટી સુધારા બિલ 2014
- ગુજરાત ટેક્સેસન લો સુધારા બિલ 2014
- સ્ટેમ્પ ડયુટી એક્ટ સુધારા બિલ 2014
કયા બિલને મંજુરી બાકી?
- લોકલ ઓથોરિટી કાયદા સુધારા બિલ પેન્ડિંગ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
