ખેડૂતો માટે સારા સમાચાર, વરસાદી પાણીનો સગ્રહ કરતા ખેડૂતોને અલગથી વીજ કનેક્શન અપાશે
ઘણા સમયથી વરસાદી પાણીનો સગ્રહ કરવા માટે મુહીમ ચલાવવામાં આવી રહી છે ત્યારે હવે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવે રાજ્ય સરકાર વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતોને વિશેષ સુવિધા આપવા જઈ રહી છે.
ગુજરાત સરકાર વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતોને અલગથી વિજ કનેક્શન આપવા જઈ રહી છે. સરકારની આ નવી યોજનાનો લાભ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના મહત્તમ ખેડૂતોને લાભ મળશે. હવે ખેડૂતોને ખેતતલાવડીમાંથી વરસાદી પાણી પીયત કરવા માટે વીજ કનેક્શન મળશે.\

આ મુદ્દે વાત કરતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, રાજ્ય સરકારે વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતો માટે ખેતીવાડીમાં સૂક્ષ્મ સિંચાઈ માટે પાંચ હોર્સ પાવરનુ અલાયદું વીજ જોડાણ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું કે, જે જગ્યાએ પાણીના તળ નીચા ગયા છે ત્યાં આવું વીજ કનેકશન આપવા માટે ખેડૂતોની, લોકપ્રતિનિધિઓની અને ખેડૂત સંગઠનોની રજૂઆત હતી. જેને ધ્યાને લેવાયેલા આ નિર્ણયથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના મહત્તમ ખેડૂતોને લાભ મળશે. ખેતરમાં બનાવેલ હોજ/સંપ/ટાંકા/ખેત-તલાવડીમાંથી પાણી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેતુ મહત્તમ 5 હોર્સ પાવરનું ખેતી વિષયક વીજ જોડાણ અપાશે.
તેમણે કહ્યું કે, જે ખેડૂત કોઈ પણ સ્રોત દ્વારા પોતાના ખેતરમાં બનાવેલ હોજમાં પાણી ભરે અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી સિંચાઇ કરે તો મહત્તમ 5 હોર્સ પાવરનું અલાયદુ કૃષિ વીજ જોડાણ આપવા માટે રાજય સરકાર દ્વારા વર્ષ 2017માં ધારાધોરણો નિયત કરાયા હતા.
હવે આ હવે ધારાધોરણોમાં સુધારો કરીને હોજ ઉપરાંત સંપ, ટાંકા અને ખેત-તલાવડીમાંથી પણ ખેડૂત પાણી ઉદ્વહન કરી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે. સિંચાઈ વિભાગ દ્વારા નોંધવામાં આવેલ ખેત-તલાવડીઓ ઉપરાંત સ્વખર્ચે બનાવેલ ખેત તલાવડીઓને પણ આ નિયમ લાગુ રહેશે.
આ નિર્ણયથી ભૂગર્ભજળની બચત થશે અને સાથે માત્ર ૫ હોર્સ પાવરના ખેતીવાડી વીજ જોડાણના વીજ વપરાશને કારણે ખેડૂતોને વીજબીલમાં પણ બચત થશે. તેમજ પોતાના ખેતરમાં ખેત-તલાવડી બનાવી તેના પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરવા ખેડૂતોને પ્રોત્સાહન મળશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
