ડ્રગ્સનું દૂષણ દૂર કરવા ગુજરાત સરકારે લાયન્સ ઈન્ટરનેશનલ સાથે MoU કર્યા
ગુજરાત રાજ્ય ના યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B3 અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વચ્ચે આજે ખાસ MoU કરવામાં આવ્યા છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ શિક્ષણ નિયામક પી.બી. પંડયા અને લાયન્સ ડિસ્ટ્રીકટ ગર્વનર સુનિલ ગુગલીયાની હાજરીમાં આજે Drug Awareness and Rehabilitation activity માટે MoU સંપન્ન થયા છે.

આ MoU અંતર્ગત લાયન્સ ડિસ્ટ્રીકટ (3232 B3)ના ૩૦૦ ટ્રેનરો રાજ્યની ૭૮૫ શાળાઓ અને ૭૯૬ કોલેજોમાં "ડ્રગ અવેરનેસ" કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને જાગૃત કરશે. જે અંતર્ગત માદક દ્રવ્યોના સેવન અને તેની ભયાવહ બાબતો અંગે સેમિનાર, સ્ટ્રીટ પ્લે (શેરી નાટકો), વ્યાખ્યાનમાળાના આયોજન કરવામાં આવશે. વિવિધ કાર્યક્રમો થકી ચાલુ વર્ષે ૧૦ લાખ વિદ્યાર્થીઓ નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાનો લક્ષ્યાંક છે.
આ M0U દરમિયાન લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B-3 ના drug awareness ના ચેરપર્સન નંદિની રાવલ , પ્રોટોકોલ ઓફિસર નિમેષ મંજુમદાર, લાયન્સ કલબ ઓફ ગાંધીનગર ફેમિના ના સેક્રેટરી ભૂમિબેન જોગાણી સહિતના લાયન્સ ડિસ્ટ્રીકટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
