ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
ગાંધીનગર : ગુજરાત સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે કર્માચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે.
ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો 1 જૂલાઈ 2022 થી લાગુ કરવાની અને બીજા ચાર ટકાનો વધારો 1 જાન્યુઆરી 2023થી લાગુ કરવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે.

જો કે આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે. રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, રાજ્ય સરકારના પંચાયત સેવા તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.
રાજ્ય સરકારે 1 જૂલાઈ 2022 અને 1 જાન્યુઆરી 2023ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારા સાથે એરિયર્સની રકમ આપવાની થાય છે તે ત્રણ હપ્તામાં આપવામાં આવશે.
રાજ્ય સરકાર અનુસાર, આ તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન 2023 ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ 2023 ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર 2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૪,૫૧૬ કરોડનું નાણાકીય ભારણ વધશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
