PepsiCo Vs Farmers: હવે ગુજરાત સરકાર પણ મેદાનમાં આવી

મલ્ટિનેશનલ કંપની પેપ્સીકો દ્વારા ગુજરાતમાં બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોને અદાલતમાં લઇ ગયા પછી રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવાનો નિર્ણય લીધો છે.

મલ્ટિનેશનલ કંપની પેપ્સીકો દ્વારા ગુજરાતમાં બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોને અદાલતમાં લઇ ગયા પછી રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આક્ષેપ કર્યો છે કે આ ખેડૂતો તેમના પેટેન્ટ કરેલા બટાકાની વેરાયટીની ખેતી કરે છે. સરકારના નિર્ણયના એક દિવસ પહેલા કોંગ્રેસના નેતા અહમદ પટેલે કહ્યું હતું કે સરકાર આ મુદ્દા પર તેમની આંખો બંધ રાખી શકશે નહીં.

આ પણ વાંચો: પેપ્સિકોએ ગુજરાતના 4 ખેડૂતો પર કર્યો કેસ, માગ્યું 1 કરોડનું વળતર

કેસમાં ગુજરાત સરકાર પક્ષ બનશે

કેસમાં ગુજરાત સરકાર પક્ષ બનશે

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે રવિવારે જણાવ્યું હતું કે સરકારે પેપ્સિકો દ્વારા દાખલ કરાયેલા કેસમાં એક પક્ષના રૂપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. નીતિન પટેલે મીડિયાને કહ્યું કે ખેડૂતોએ રાજ્ય સરકાર પાસેથી આ બાબતમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે અને સરકાર પક્ષ તરીકે ખેડૂતોને મદદ કરવા માટે કોર્ટમાં તેમનો પક્ષ મુકશે.

અહમદ પટેલે વિરોધ વ્યક્ત કર્યો છે

અહમદ પટેલે વિરોધ વ્યક્ત કર્યો છે

શનિવારે અહમદ પટેલે કહ્યું હતું કે પેપ્સિકોની કાર્યવાહી સંપૂર્ણપણે ખોટી છે. આરએસએસ સાથે સંકળાયેલા ભારતીય ખેડૂત સંગઠન સહિત આશરે 192 ખેડૂતો સંગઠનોએ ભારપૂર્વક વિરોધ કર્યો કે કંપનીએ ખેડૂતો સામેનો તેમનો કેસ પાછો ખેંચવો જોઈએ.

આ છે ખેડૂતો અને પેપ્સિકોનો કેસ

આ છે ખેડૂતો અને પેપ્સિકોનો કેસ

પેપ્સિકોએ ઉત્તર પ્રદેશના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નવ ખેડૂતો સામે એફએલ -2027 અને એફસી -5 વેરાયટીના બટાકાની ખેતી કરવાને લઈને કેસ દાખલ કર્યો છે. કંપનીનું કહેવું છે કે પોટેટો વેરાયટીના બટાકાનું કંપની પાસે પ્લાન્ટ વેરાયટી પ્રોટેક્શન (પીવીપી) રાઈટ છે. કંપનીએ ચાર ખેડૂતો સામેના કેસમાં પ્રત્યેક પાસેથી એક કરોડ રૂપિયાના વળતરની માગણી કરી છે, જ્યારે પાંચ ખેડૂતો પાસેથી 20 લાખ રૂપિયાના વળતર માટેનો કેસ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X