Gujarat new taluka : ગુજરાત સરકારે ૧૭ નવા તાલુકાઓના નામ જાહેર કર્યા
Gujarat new taluka : ગુજરાતના નાગરિકોને વહીવટી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં ૧૭ નવા તાલુકાઓની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યમાં કુલ તાલુકાઓની સંખ્યા વધીને ૨૬૫ થઈ જશે.

આ જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી વિકેન્દ્રીકરણ (Administrative Decentralisation) ના ઉદ્દેશ્ય સાથે આ તાલુકાઓનું નિર્માણ વર્તમાન ૨૧ તાલુકાઓનું પુનર્ગઠન કરીને કરવામાં આવશે. નવા તાલુકાઓના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ વહીવટને લોકોની વધુ નજીક લઈ જવાનો છે.
તેમણે જણાવ્યું હતું કે, આ વહીવટી સરળીકરણથી સ્થાનિક સ્તરે વિકાસને ગતિ મળશે અને ગુજરાત ૨૦૪૭ સુધીમાં વિકસિત રાજ્ય બનવાના લક્ષ્ય તરફ વધુ ઝડપથી આગળ વધશે.
કયા જિલ્લાઓને મળશે નવા તાલુકા?
નવા ૧૭ તાલુકાઓ વિવિધ જિલ્લાઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેમાંથી સૌથી વધુ નવા તાલુકા બનાસકાંઠા જિલ્લામાં બનાવવામાં આવ્યા છે.
- નાનાપોંઢા - વલસાડ
- ધરણીધર - બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકો બનશે.
- ઉકાઈ - તાપી
- ગોધર - મહીસાગર
- અંબિકા - સુરત
- સાઠંબા - અરવલ્લી
- અરેઠ - સુરત
- કોઠંબા - મહીસાગર
- ઓગડ - બનાસકાંઠા
- ચીકદા - નર્મદા
- હડાદ - બનાસકાંઠા
- રાહ - બનાસકાંઠા
- ગોવિંદગુરૂ લીમડી- દાહોદ
- સુખસર - દાહોદ
- ફાગવેલ - ખેડા
- કદવાલ - છોટાઉદેપુર
- શામળાજી - અરવલ્લી
ઉલ્લેખનીય છે કે, કેબિનેટે બનાસકાંઠા જિલ્લામાંથી નવા વાવ-થરાદ જિલ્લાની રચનાને પણ મંજૂરી આપી છે, જેનું મુખ્યમથક થરાદ રહેશે. આ તમામ વહીવટી ફેરફારોની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં ગેઝેટ નોટિફિકેશન દ્વારા કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
