Gujarat News: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 17.92 લાખ ખેડૂતોને 5330 કરોડથી વધુ સહાય ચૂકવાઈ, જાણો વધુ વિગત
Gujarat News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોને આપવામાં આવતા કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સરકારના પ્રવક્તા મંત્રીએ બેઠક બાદ પત્રકારોને આ અંગેની મહત્વની વિગતો પૂરી પાડી હતી.

કૃષિ રાહત પેકેજ: ખેડૂતોના ખાતામાં જમા થઈ કરોડોની સહાય
રાજ્યમાં થયેલા ભારે વરસાદ અને કમોસમી માવઠાને કારણે ખેતીને થયેલા નુકસાન માટે સરકારે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યા હતા. જેની પ્રગતિ અંગે નીચે મુજબની વિગતો સામે આવી છે.
- સીધી સહાય: અત્યાર સુધીમાં રાજ્યના 17.92 લાખ ખેડૂતોને 5330.43 કરોડથી વધુની રકમ સીધી તેમના બેંક ખાતામાં (DBT દ્વારા) ચૂકવી દેવામાં આવી છે.
- અરજીઓની સ્થિતિ: કુલ 30.71 લાખથી વધુ ખેડૂતોએ સહાય માટે ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 26.60 લાખ અરજીઓ મંજૂર કરી દેવામાં આવી છે.
- તૈયાર બિલો: કુલ 23.18 લાખ ખેડૂતો માટે 6890.98 કરોડના ઓનલાઇન બિલો તૈયાર થઈ ચૂક્યા છે, જેની બાકી રકમ પણ ટૂંક સમયમાં ચૂકવાશે.
ટેકાના ભાવે ખરીદીમાં નવો રેકોર્ડ
કેબિનેટ બેઠકમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અંગે પણ ચર્ચા થઈ હતી. આ વર્ષે નોંધણીમાં ગત વર્ષ કરતા અઢી ગણો વધારો જોવા મળ્યો છે.
- ખરીદ કેન્દ્રો: રાજ્યના 114 તાલુકાઓમાં 317 જેટલા ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.
- કુલ ખરીદી: અત્યાર સુધીમાં 4.75 લાખ ખેડૂતો પાસેથી અંદાજે 7,537 કરોડની કિંમતની 10.49 લાખ મેટ્રિક ટન જણસોની ખરીદી કરવામાં આવી છે.
- ચુકવણું: ટેકાના ભાવે વેચાણ કરનારા 2.18 લાખ ખેડૂતોને 3,468 કરોડની રકમ સીધી તેમના ખાતામાં જમા કરી દેવામાં આવી છે.
સરકારનો ખેડૂતલક્ષી અભિગમ
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદની આફતમાં ખેડૂતોને પાયમાલ થતા બચાવવા સરકારે રેકોર્ડબ્રેક સમયમાં કાર્યવાહી કરી છે. રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવા અને પારદર્શી રીતે સહાય પહોંચાડવા માટે કટિબદ્ધ છે.
-
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
