ગુજરાત ને ચાર વર્ષ બાદ મળ્યા રેગ્યુલર ડીજીપી. શિવાનંદ ઝા નવા રાજ્ય પોલીસ વડા બન્યા
રાજ્યના નવા ડીજીપી ના પદ પર ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા શિવાનંદ ઝા ને નિયુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
2016 બાદ મળ્યા ગુજરાતને રેગ્યુલર ડીજીપી. શિવાનંદ ઝા બન્યા નવા રાજ્ય પોલીસ વડા ઇન ચાર્જ ડીજીપી પ્રમોદ કુમાર આજે નિવૃત થઈ રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા રાજ્યના નવા ડીજીપી ના પદ પર ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા શિવાનંદ ઝા ને નિયુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. 1983ની બેચના આઈપીએસ ઓફિસર શિવાનંદ ઝા હાલ ગુજરાતમાં સૌથી સિનિયર આઇ પી એસ ઓફિસર છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં પહેલા મહીલા આઇ પી એસ ઓફિસર ગીથા જોહરી 30 નવેમ્બર 2017 ના રોજ ઇન ચાર્જ વડા તરીકે નિવૃત થયા ત્યારબાદ રાજ્ય સરકારે પ્રમોદ કુમાર ની રાજ્યના ઇન ચાર્જ પોલીસ વડા તરીકે નિયુક્તિ કરી હતી. પણ 28મી ફેબ્રુઆરી એ નિવૃત થતા આજે તેમના સ્થાને શિવાનંદ ઝા ની પસન્દગી થઈ છે. આજે બપોર પછી તે ડીજીપી તરીકેનો ચાર્જ લેશે.
ઉલ્લેખનીય છે કે પી સી ઠાકુર બાદ રાજ્યમાં ચાર વર્ષ બાદ રેગ્યુલર ડીજીપી મળી રહ્યા. પૂર્વ આઇ પી એસ ઓફિસર રાહુલ શર્મા એ ગત નવેમ્બર 2017માં ગુજરાત હાઈકોર્ટ માં રજુઆત કરી હતી કે રાજ્ય સરકાર કાયમી ડીજીપી ની નિમણૂક કરતી નથી. જેથી આ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને તાકીદ કરી ને હવે પછી કાયમી ડીજીપી ની નિમણૂક કરવા સૂચના આપી હતી. પ્રમોદ કુમાર પહેલા ઇન ચાર્જ ડીજીપી તરીકે ગીથા જોહરી, પી પી પાંડે અને અમિતાભ પાઠક રહી ચૂક્યા હતા.
શિવાનંદ ઝા માર્ચ 2020 માં નિવૃત થઈ રહ્યા છે ત્યારે તેમના પર 2019ની ચૂંટણી ની પણ જવાબદારીરહેશે. ઉલ્લેખનીય છે કે શિવાનંદ ઝા પહેલાં થી જ સરકારની ગુડ બુકમાં છે અને અમદાવાદ ના પોલીસ કમિશનર હતા ત્યારે પણ તે સરકાર માટે મહત્વ ના કામ કરતા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
