આ વર્ષે ગુજરાતનો સ્થાપના દિન નવસારીમાં ઉજવાશે

રાજયકક્ષા ગુજરાત ગૌરવ દિન ઉજવણીમાં નવસારીનું ગૌરવ ગૌરવાવિંત બને તે માટેની તૈયારીઓ ચાલી રહી છે. નવસારી રાજયભરમાં એક સીમાચિહન બની રહે તે માટે તંત્ર સતર્ક છે. પુ. મહાત્મા ગાંધીજીની સત્યાગ્રહની લડતથી માંડીને સંસ્કારી નગરી તરીકે અનોખી છાપ છે. 1 મેના ગૌરવદિને નિત્ય નુતન નવસારી કાર્યક્રમ દરમિયાન ગુજરાત અને નવસારીની ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરાશે.
આ કાર્યક્રમમાં રાજયપાલ ર્ડા.શ્રીમતી કમલા અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ ઊજવણી અવસરે જિલ્લામાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી, મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સખ્યાબંધ ખાતમુહૂર્ત, લોકાર્પણ અને જાહેરાતો કરશે.
કલેકટર ર્ડા.સંધ્યા ભુલ્લરના જણાવ્યા અનુસાર નવસારી જિલ્લામાં ગૌરવદિવસ ઊજવણીના વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થઇ ચુકયો છે. આ કાર્યક્રમને સફળ બનાવવાની સાથે મુખ્યમંત્રીના વિકાસપર્વમાં સહભાગી બનવાની સાથે નવસારી જિલ્લાનાં લોકો તેની અનોખી રીતે ઉજવણી કરશે.
લોકભાગીદારીના સંકલ્પ સાથે જિલ્લાની અધિકાંશ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં તિથિ ભોજનનું આયોજન કરવામાં આવી રહયું છે. આજ દિન સુધી 99413 ભુલકાંઓને દાતાઓના સહયોગથી તિથીભોજન કરાવાયું છે. રકતદાન શિબિરોનું પણ આયોજન પણ કરાયું છે. શાળાઓમાં સ્પર્ધાઓ યોજાઇ રહી છે. જાગૃતિના સંકલ્પ સાથે શાળાના બાળકો રેલીઓ યોજી રહયા છે. કલેકટરે જિલ્લાની જનતાને ઉજવણીમાં ભાગીદાર બનવા અપીલ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
