ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારની સક્રિય રજૂઆતના પગલે માછીમારી બોટ માટેના ડીઝલના ભાવવધારાનો નિર્ણય હવે મોકૂફ રાખવામાં આવ્યો છે.
તાજેતરમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા માછીમારી બોટના ડીઝલમાં પ્રતિ લિટર 22.43નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ ભાવવધારાને કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા માછીમારોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી હતી.

ગુજરાત ફિશરીઝ કન્ફેડરેશન દ્વારા સબસિડીવાળા ડીઝલ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાઈ હોવા છતાં કંપનીએ ભાવ વધાર્યા હતા. આ મામલે સ્થાનિક ધારાસભ્યો અને માછીમાર સંગઠનોએ રાજ્ય સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજીને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલય સમક્ષ મજબૂત રજૂઆત કરી હતી. તેમણે માછીમારોને એસટી નિગમની જેમ જ વિશિષ્ટ રાહત અને છૂટક દર આપવાની માંગ કરી હતી.
રાજ્ય સરકારની આ રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા કેન્દ્રએ BPCLને ડીઝલનો ભાવવધારો તુરંત પાછો ખેંચવા આદેશ આપ્યો છે. હવે માછીમારોને અગાઉના જૂના સબસિડીવાળા રાહત દરે જ ડીઝલનો જથ્થો મળતો રહેશે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
