ગુજરાત: સિદ્ધપુરમાંથી નકલી RC બુકનું કૌભાંડ ઝડપાયુ, 1ની ધરપકડ
પાટણ પોલીસે નકલી RC બુકનું કૌભાંડ ઝડપ્યું છે. જેમાં ગુજરાતના જિલ્લાઓનું પાસિંગ ધરવતી નકલી RC બુકનું કૌભાંડ સિધ્ધપુરના મુડાણા ગામેથી ઝડપાયું છે. તેમાં પાટણ SOG તેમજ LCBએ સમગ્ર કાર્યવાહી કરી છે. જેમાં બેંક-ફાયનાન્સે સીઝ કર
પાટણ પોલીસે નકલી RC બુકનું કૌભાંડ ઝડપ્યું છે. જેમાં ગુજરાતના જિલ્લાઓનું પાસિંગ ધરવતી નકલી RC બુકનું કૌભાંડ સિધ્ધપુરના મુડાણા ગામેથી ઝડપાયું છે. તેમાં પાટણ SOG તેમજ LCBએ સમગ્ર કાર્યવાહી કરી છે. જેમાં બેંક-ફાયનાન્સે સીઝ કરેલા વાહનોની RC બુક બનાવતા હતા. તેમાં નકલી RC બુક બનાવનાર મોમીન અસફાકની ધરપકડ કરવામાં આવી છે.

પાટણ પોલીસે નકલી આર.સી. બુક બનાવાનું રાજ્ય વ્યાપી કૌભાંડ ઝડપ્યું છે. જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓનું પાસિંગ ધરાવતી નકલી આર.સી.બુક મળી આવી છે. પાટણ એસઓજી તેમજ એલસીબીએ નકલી આર.સી બુક બનાવાનું કૌભાંડ ઝડપ્યું છે. જેમાં અસફાકે બનાવેલ નકલી આરસી બુકો તેમજ પ્રિન્ટર જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ નકલી આરસી બુક બનાવવાના કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ રાજકોટ ક્રાઈમબ્રાંચે મોરબી રોડ પર ભંગારના ડેલામાં ચાલતું આરસી બુકનું કૌભાંડ ઝડપ્યું હતુ. જેમાં 32 આર.સી. બુક સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટના મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે આવેલા ભંગારના ડેલામાં ક્રાઈમ બ્રાંચને મળેલી ચોક્કસ બાતમીના આધારે છાપો મારી ટ્રકની ડુપ્લીકેટ આર.સી. બુક બનાવવાનં કૌભાંડ ઝડપી લઈ ત્રણ શખ્સોની ધરપકડ કરી 9 ડુપ્લીકેટ આર.સી. બુક અને 22 ભંગારમાં ગયેલા ટ્રકની આરસી બુક કબ્જે કરી કૌભાંડના મુળ સુધી પહોંચવા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે આવેલા ભંગારના ડેલામાં ગેરકાયદેસર પ્રવૃતિ થઈ રહી હોવાની ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે છાપો માર્યો હતો. જેમાં પોલીસના દરોડામાં ભંગારના ડેલામાં આવેલી ઓરડીમાંથી રામનાથપરા-5 માં રહેતા અમીન ગફાર આકળાલી અને દુધસાગર રોડ પર રહેતા આરીફ હબીબ દોઢીયાની ધરપકડ કરી જુદા-જુદા 9 ટ્રકની બોગસ આરસી બુક મળી આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
