ગુજરાત સરકારે આવશ્યક દવાઓની યાદીમાં 150 નવી દવાઓનો ઉમેરો કર્યો
ગુજરાત સરકારે વર્ષ 2025-26 માટે રાજ્યની આવશ્યક દવાઓની યાદી (EDL) માં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વખતે યાદીમાં 150 નવી દવાઓ ઉમેરવામાં આવી છે.

નવા સુધારા બાદ હવે રાજ્યમાં કુલ 1,479 દવાઓ, સર્જિકલ વસ્તુઓ અને નિદાન માટેના સાધનો દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે. જીએમએસસીએલ દ્વારા જૂની યાદીમાંથી બિનજરૂરી 57 દવાઓ દૂર કરીને આ નવું લિસ્ટ તૈયાર કરાયું છે.
નાગરિકોને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સુવિધાઓ આપવા માટે સરકાર દર વર્ષે આ યાદીમાં ફેરફાર કરીને જરૂરી સંશોધન કરે છે. આ તમામ દવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને સિવિલ હોસ્પિટલો સુધી મફત પૂરી પાડવામાં આવશે.
આગામી વર્ષ માટેની યાદીમાં હૃદયરોગ માટે 116 અને કેન્સરની સારવાર માટે 56 મહત્વની દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ન્યુરોલોજી માટે 75 અને માનસિક સ્વાસ્થ્ય માટે 43 જેટલી દવાઓ હવે ઉપલબ્ધ બનશે.
ચેપી રોગો માટેની દવાઓમાં પણ વધારો કરીને તેની સંખ્યા 202 થી વધારીને 216 કરવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું છે. શ્વાસ અને આંખના રોગો તેમજ ગેસ્ટ્રો સંબંધિત દવાઓની સંખ્યામાં પણ આ વખતે નોંધપાત્ર વધારો કરાયો છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ગ્રામીણ અને શહેરી વિસ્તારના લાખો દર્દીઓને આધુનિક અને અસરકારક સારવાર વિનામૂલ્યે મળી રહેશે. મેડિકલ ડિવાઈસની સંખ્યા પણ 287 થી વધારીને 349 કરીને આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનાવાઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
