Gujarat Election Result 2022: ભારે માર્જિન સાથે ભાજપનો વિજય થશે, અમે વિજય સરઘસ નહી કાઢીયે: હાર્દિક
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. આ સાથે વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, આ ચૂંટણીમાં ભારે માર્જિન સાથે ભાજપનો વિજય થશે. આ વિજયથી નક્કી થશે ક
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. આ સાથે વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, આ ચૂંટણીમાં ભારે માર્જિન સાથે ભાજપનો વિજય થશે. આ વિજયથી નક્કી થશે કે આવનાર 25 વર્ષમાં ગુજરાત કેવું હશે. હાર્દિકે ઉમેર્યું હતું કે વિરમગામથી પણ મારી જીત થશે, આ ચૂંટણીએ લોકતંત્રના પાયા મજબૂત કરવાનું કામ કર્યું છે. જીત્યા બાદ અમે સરઘસ નહીં નિકાળીએ કારણકે સરઘસ નિકાળવાના બહાને અમે લોકોને મુશ્કેલીમાં નહીં મૂકીએ.

ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનિય છેકે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે.
ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. ગઇકાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
