Gujarat Election: પીએમ મોદીનો આજે અમદાવાદમાં રોડ શો, જાણો આખો 28 કિમીનો રુટ
પહેલા તબક્કાના મતદાન દરમિયાન આજે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેગા રોડ શો કરશે.
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ આજે પહેલા તબક્કાનુ મતદાન ચાલી રહ્યુ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કાના મતદાન દરમિયાન આજે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેગા રોડ શો કરશે. પીએમ મોદી અમદાવાદની 16 બેઠક પર રોડ શો કરશે. એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદીનો રોડ શો શરુ થશે અને ચાંદખેડામાં પૂર્ણ થશે.

પીએમ મોદીના રોડ શો માટે ભાજપના નેતાઓએ તડામાર તૈયારીઓ કરી છે. 30થી વધુ સ્થળોનો રોડ મેપ બનાવવામાં આવ્યો છે. પીએમ મોદી 16 બેઠક પર પ્રચાર કરશે. આ રોડ શો 3 કલાક ચાલશે અને લગભગ 28 કિમી લાંબો હશે. પીએમ મોદીનો રોડ શો બપોરે 3.30થી 6.30 સુધી ચાલશે અને અમદાવાદના પાંચ વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થશે.
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના વિજય સંકલ્પ સંમેલન
— BJP Gujarat (@BJP4Gujarat) November 30, 2022
તારીખ: 1 ડિસેમ્બર, 2022, ગુરૂવાર#ભરોસાની_ભાજપ_સરકાર#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે#ભાજપ_આવે_છે pic.twitter.com/SgS6usZ1UJ
આ ઉપરાંત પીએમ મોદી ગુરુવારે ઘણી જનસભાઓને સંબોધિત કરશે. પીએમ મોદી ઉત્તર ગુજરાતના પંચમહાલ જિલ્લાના કલોલથી શરુ કરશે. વેજલપુર ગામમાં પીએમ મોદીની જાહરસભા છે. બીજી જાહેરસભા છોટા ઉદેપુરના બોડેલી ખાતે યોજાશે. ત્રીજી જાહેરસભા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે બપોરે યોજાશે.
વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની કર્ણાવતી મહાનગરમાં પુષ્પાંજલિ યાત્રા...
— BJP Gujarat (@BJP4Gujarat) November 30, 2022
તારીખ: 1 ડિસેમ્બર, 2022, ગુરુવાર
સમય: બપોરે 3:00 કલાકથી
રૂટ: નરોડાથી ચાંદખેડા
લાઈવ નિહાળો:
• https://t.co/dSqhPRRLS3
• https://t.co/3xD28d1IH2
• https://t.co/gDXaSLPIrG pic.twitter.com/20BoIxVQxJ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
