Gujarat Election: મોરબી દૂર્ઘટનાને લઈને કેજરીવાલે ભાજપ પર કર્યો હુમલો, કહ્યુ - ટેન્ડર વિના આપવામાં આવ્યો હતો ક
ગુજરાતના વલસાડ ખાતે ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. જાણો શું કહ્યુ.
Gujarat Election: મોરબીમાં મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડવાના કારણે 135 લોકોના મોત થઈ ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હવે આ મુદ્દે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે રાજ્ય સરકાર તરફથી ઓવરબ્રીજના સમારકામનુ કામ ઘડિયાળ બનાવતી કંપની કે જેણે ક્યારેય બ્રિજ બનાવ્યો નહોતો અને તે આ કાર્યમાં નિપુણ પણ નહોતી તેને આપવામાં આવ્યુ હતુ.

ગુજરાતના વલસાડ ખાતે ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે પુલના સમારકામ માટેનુ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યુ નહોતુ. ટેન્ડર આપતા પહેલા કોઈ પ્રક્રિયાનુ પાલન કરવામાં આવ્યુ નથી. કંપની પાસે માત્ર ઘડિયાળો બનાવવાનો અનુભવ હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલે જનતાને અપીલ કરતા કહ્યુ કે તમે મને પાંચ વર્ષ આપો, હું તમારી પાસે માત્ર પાંચ વર્ષ માંગવા આવ્યો છુ. જો તમને મારુ કામ પસંદ ના આવે તો હું આગામી સમયમાં વોટ માંગવા નહીં આવુ. આ બેઠક પરથી આપ ઉમેદવાર રાજુ માર્ચાએ પણ શાસક પક્ષ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે ભાજપ ઘમંડમાં છે. તેમણે કહ્યુ કે પહેલા લોકો પાસે વિકલ્પ નહોતો. તેથી જ ભાજપે મતદારોને હળવાશમાં લીધા હતા.
વલસાડ બેઠક 1990થી ભાજપ જીતી રહી છે. અહીંથી ગત વર્ષથી ભરત પટેલ ચૂંટણી જીતી રહ્યા છે. વલસાડ બેઠક પર 1990થી ભાજપનુ શાસન છે. અગાઉ આ બેઠક કોંગ્રેસનો કબજો હતો. ભરત પટેલમાં વિશ્વાસ દર્શાવીને ભાજપે તેમને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. તેમણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્રકુમાર ટંડેલને લગભગ 26 ટકા મતોના માર્જિનથી હરાવ્યા હતા. જો કે આ વખતે કોંગ્રેસે કમલકુમાર પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાતની ચૂંટણી ત્રિકોણીય જંગ હોય તેવુ લાગી રહ્યુ છે. જો કે ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. અહીં 182 વિધાનસભા સીટો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીમાં વિરોધ પક્ષો દ્વારા મોંઘવારી, બેરોજગારી અને શિક્ષણના મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
