સોમનાથમાં દેખાયો કેજરીવાલનો નવો લૂક, રાજકીય પ્રશ્નના જવાબમાં જોડ્યા હાથ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંગળવારના રોજ જ્યારે તેઓ ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પહોંચ્યા ત્યારે તેઓ નવા રૂપમાં દેખાયા હતા.
Gujarat Election 2022 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંગળવારના રોજ જ્યારે તેઓ ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પહોંચ્યા ત્યારે તેઓ નવા રૂપમાં દેખાયા હતા. તેમણે માથે ત્રિપુંડ અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલી હતી.
સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ મંદિરની બહાર મીડિયા સાથે વાત કરતા AAP વડાએ જણાવ્યું હતું કે, અહીં ઘણી શાંતિ છે. મેં દેશની પ્રગતિ માટે, ગુજરાતની પ્રગતિ માટે, સમગ્ર દેશવાસીઓની સુખ-શાંતિ માટે, દેશની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. દરેક વ્યક્તિ સમૃદ્ધ થાય, દરેક સુખી રહે. દરેક વ્યક્તિ સ્વસ્થ રહે. આપણો દેશ વિશ્વનો નંબર વન દેશ બનવો જોઈએ.

મંદિરમાં માત્ર ભક્તિ, રાજકારણ નહીં
જ્યારે મીડિયાકર્મીઓએ ગુજરાતના બોટાદમાં ઝેરી દારૂના કારણે થયેલા મૃત્યુ અંગે દિલ્હીના મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો, ત્યારે કેજરીવાલે હાથજોડીને જણાવ્યું હતું કે, 'હું અત્યારે મંદિરમાં છું. ઘણી વાર મળીશું, રાજકોટમાં વાત કરીશું. મંદિરમાં રાજકારણ વિશે વાત નહીં કરે. ભક્તિમાટે જ અહીં આવ્યા છીએ. દિવસભર રાજનીતિ પર વાત કરશે. જોકે, જ્યારે પત્રકારો વારંવાર ગેરકાયદેસર દારૂના મુદ્દા વિશે વાત કરતાહતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, 'તે ખૂબ જ દુઃખદ ઘટના છે. 20 થી વધુ લોકોના મોત થયા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.'
|
કેજરીવાલે રાજકોટમાં વેપારીઓ સાથે બેઠક કરી
સોમનાથથી કેજરીવાલ રાજકોટ જવા રવાના થયા હતા. ત્યાં તેમણે વેપારીઓ સાથે બેઠક કરી છે. AAPએ એક નિવેદન જાહેર કરીનેજણાવ્યું હતું કે, કેજરીવાલ ભાવનગરની હોસ્પિટલની પણ મુલાકાત લેશે અને ત્યાં દાખલ ભેળસેળયુક્ત દારૂ પીને બીમાર થયેલા લોકોનેમળશે.
આ અગાઉ સોમવારના રોજ કેજરીવાલે નકલી દારૂના સેવનથી થયેલા મૃત્યુને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતોકે, રાજકીય સમર્થનને કારણે લોકો રાજ્યમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરી રહ્યા છે. દારૂના કૌભાંડની તપાસની માગણી સાથે તેમણેગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકોની કમાણી અંગે પણ તપાસ કરવાની માગણી કરી હતી.

આપ કરી રહી છે ગુજરાતની ચૂંટણીની તૈયારી
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને કેજરીવાલ સોમવારની સાંજે ગુજરાત પહોંચ્યા હતા. રાજ્યમાં આ વર્ષે ચૂંટણી યોજાવાનીછે. આ મહિને અમદાવાદ અને સુરતની મુલાકાત લીધા બાદ કેજરીવાલનું ધ્યાન હવે સૌરાષ્ટ્ર વિસ્તાર પર છે.

300 યુનિટ મફત વીજળી આપવાનું વચન
ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 50 જેટલી બેઠકો સૌરાષ્ટ્રમાં છે. AAP વડા આ મહિનાની શરૂઆતમાં અમદાવાદની મુલાકાતેઆવ્યા હતા. ત્યારબાદ તેમણે રાજ્યમાં મફત વીજળી આપવાના વચન પર રાજ્યના લોકો સાથે વાતચીત કરી હતી.
આ પછી તેમણે વચનઆપ્યું છે કે, જો તેમની પાર્ટી ગુજરાતમાં સત્તામાં આવશે, તો દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. AAPએ આલોકપ્રિય વચન આપીને પંજાબમાં ચૂંટણી જીતી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
