સુરત:કામરેજમાં BJPની ઓફિસ બહાર પાસના કાર્યકર્તાઓનો હોબાળો
સુરતમાં ફરી એકવાર કામરેજમાં ભાજપ કાર્યાલય સામે હોબાળોકામરેજ બાદ વરાછા અને કરંજમાં પણ હોબાળોઆ અંગે વધુ વાંચો અહીં...
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે, ત્યારે ફરી એકવાર સુરતમાં પાસના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો હતો. સુરતના કામરેજ વિસ્તારમાં ભાજપના મુખ્ય કાર્યાલયની સામે પાસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. લગભગ 100-150 જેટલા કાર્યકર્તાઓ ઝંડા લઇને ભાજપના કાર્યાલયની બહાર પહોંચ્યા હતા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કામરેજના યોગીચોક વિસ્તારમાં આ ઘટના બની હતી. કામરેજ વિધાનસભાના ભાજપના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન થનાર હતું, એ પહેલાં જ આ ઘટના બની હતી.

મોટર સાયકલ પર આવેલા પાસના કાર્યકરોને પોલીસે ઘટના સ્થળેથી દુર કર્યા હતા. પાસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા સમજાવીને પરત મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ શુક્રવારે સવારે યોગી ચોકમાં હંગામો કરવા બદલ સરથાણા પોલીસે 10થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પણ આ જ વિસ્તારોમાં સૌથી વધારે અસર જોવા મળી હતી. ગુરૂવારે રાત્રે 8-8.30 વચ્ચે આ ઘટના બની હતી. ત્યાંથી પાસના કાર્યકર્તાઓ વરાછાના કાર્યાલય પર પણ પહોંચ્યા હતા અને એ પછી કરંજ પહોંચ્યા હતા. અહીં પોલીસ અને પાસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો, જેના કારણે મામલો વધુ બગડ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
