કોંગ્રેસને કોંગ્રેસીઓની જ કાળી નજર લાગી : 'ઘરનું ઘર' તોડી પડાયું
અમદાવાદ, 12 ઓગસ્ટ : ગુજરાત કોંગ્રેસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે તે 'બોલવામાં બાદશાહ' છે પણ 'કરી બતાવવામાં કંગાળ' છે. પોતાને ગરીબોની બેલી ગણાવતી કોંગ્રેસ પાર્ટીમાં અંદરોઅંદર એવી ખેંચતાણ ચાલે છે કે પરિણામે નુકસાન પાર્ટીને ભોગવવું પડે છે. આ બાબતનું લેટેસ્ટ ઉદાહરણ પણ કોંગ્રેસે આપી દીધું છે. કોંગ્રેસ લોકોને બતાવી આપ્યું છે કે વડવાઓએ પાડેલી કહેવત 'ઘર ફૂટે ઘર જાય' ખરા અર્થમાં કેવી રીતે કહેવાય છે.
વાત એમ છે તે બે દિવસ પહેલા જ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કોંગ્રેસ ભવનના પાછળના ભાગમાં બનાવવામાં આવેલા તેના મહત્વકાંક્ષી ચૂંટણી વચન 'ઘરનું ઘર' યોજનાના બે સેમ્પલ હાઉસને છેવટે તોડી પાડવામાં આવ્યા છે. કોંગ્રેસના આંતરિક ઝગડાઓને કારણે તે વિધાનસભા ચૂંટણીઓમાં ગાંધીનગરની ગાદી કબ્જે કરવાનું તો દૂર પોતાના ટોચની હરોળના નેતાઓને પણ જીત અપાવી ના શકે. આ શરમજનક હારને કારણે તેણે સત્તામાં આવ્યા બાદ લોકોને અત્યંત ઓછી કિંમતમાં 'ઘરનું ઘર' બનાવી આપવાનું જે વચન આપ્યું હતું તે પોતાના હાથે જ તોડી પાડ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં નરેન્દ્ર મોદીને 'ઘરનું ઘર'ની અનોખી યોજના દ્વારા પડકાર ફેંકનાર કોંગ્રેસને ઘર તો શું અનેક બેઠકો પર વિજય સ્વરૂપે જમીન નસીબ થઇ ન હતી. ચૂંટણી સમયે કોંગ્રેસે રાજ્યની મહિલાઓને 'ઘરનું ઘર' આપવાનું વચન આપ્યું હતું, જેના અંતર્ગત કોંગ્રેસ કાર્યાલય ખાતે એક રૂમ રસોડાના અને બે રૂમ રસોડાનાં 'ઘરનું ઘર' ના સેમ્પલ હાઉસ બનાવવામાં આવ્યા હતા.

સેમ્પલ હાઉસ
આ છે કોગ્રેસના ચૂંટણી વચન 'ઘરનું ઘર'નું સેમ્પલ હાઉસ

પોસ્ટર
કોંગ્રેસે પોતાના આ ચૂંટણી વચનનો સૌથી વધારે પ્રચાર કર્યો હતો, જેના કારણે ભાજપની ઉંઘ ઉડી ગઇ હતી. આ માટે પોસ્ટર્સ તૈયાર કરાયા હતા.

ફોર્મ વિતરણ
કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા લાખોની સંખ્યામાં ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા.

લાભ લેવા પડાપડી
આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ દિવસો સુધી પડાપડી કરી હતી. સૌના મોંઢે આ જ યોજનાનું નામ હતું.

રાતોરાત તૈયાર કરાયું
સોનિયા ગાંધીની ચૂંટણી પ્રચાર મુલાકાત નિમિત્તે તાબડતોબ સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા.

સોનિયા ગાંધીની મુલાકાત
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સેમ્પલ હાઉસની મુલાકાત લીધી હતી.

યોજનાના વખાણ
સોનિયા ગાંધીએ પોતાની મુલાકાત દરમિયાન સેમ્પલ હાઉસ અને યોજના બંનેના ભરપેટ વખાણ કર્યા હતા.

વાહ ભાઇ વાહ
કેન્દ્રીય પ્રધાન સચિન પાયલટે પણ યોજનાના વખાણ કર્યા હતા.

ઉદઘાટન
જાહેર જનતા ખાસ કરીને બહેનો અને કોંગ્રેસના નેતાઓની હાજરીમાં કરવામાં આવ્યું ઉદઘાટન.

મહિલાઓની મુલાકાત
આ સેંમ્પલ હાઉસ જોવા માટે મહિલાઓ ઉમટી પડી હતી.

નરેન્દ્ર મોદીને હંફાવી ના શક્યા
મોદીને ઘર ભેગા કરવાની વાત કરતી કોંગ્રેસે પોતાનું જ સપનાંનું ઘર તોડવું પડ્યું.
ચૂંટણી સમયે તાબડતોડ તૈયાર કરવામાં આવેલા કોંગ્રેસના 'ઘરનું ઘર'ના આ સેમ્પલ હાઉસને હવે ખુદ કોંગ્રેસે જ તોડી પાડવું પડ્યું તેવી નોબત આવી હતી. આ મકાનોને જોઈને ગુજરાતમાં પ્રચાર અર્થે આવેલા કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ તેની પ્રશંસા પણ કરી હતી. કેન્દ્રીય પ્રધાન સચીન પાઇલટે પણ આ મકાનોનાં ખૂબ જ વખાણ કર્યાં હતાં.
ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પ્રજાલક્ષી 20 મુદ્દાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આ 20 વચનો પૈકી એક વચન મહિલાઓને 'ઘરનું ઘર' આપવાનું હતું. જેના અંતર્ગત કોંગ્રેસ પક્ષ દ્વારા એક વર્ષ પૂર્વે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે 'ઘરનું ઘર'નાં બે મકાનો તૈયાર કરવામાં આવ્યાં હતાં.
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને બહુમતી મળી ન હતી, જેના લીધે વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો. ત્યાર બાદ થોડા સમય પૂર્વે યોજાયેલી બે લોકસભા અને ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસે પોતાના હસ્તકની તમામ છએ છ બેઠક ગુમાવી હતી. રાજ્યમાં કોંગ્રેસની આવી દુર્દશા બાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બનાવાયેલા 'ઘરનું ઘર'ના બંને નમૂનાના મકાનોને બે દિવસ પૂર્વે તોડી પાડવામાં આવ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
