ભાજપનો બેટી બચાવો બેટી પઢાવોની પોકળતા ખુલ્લી પડીઃ કોંગ્રેસ
‘બેટી બચાવો બેટી પઢાવો’ની મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં કન્યાઓના શિક્ષણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ હેઠળ ગુજરાતને ફાળવેલ નાણાંમાંથી ૬૭ ટકા નાણાં વણવપરાયેલા છે. જે ભ
'બેટી બચાવો બેટી પઢાવો’ની મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં કન્યાઓના શિક્ષણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 'બેટી બચાવો બેટી પઢાવો’ હેઠળ ગુજરાતને ફાળવેલ નાણાંમાંથી ૬૭ ટકા નાણાં વણવપરાયેલા છે. જે ભાજપ સરકારની કન્યા કેળવણી પ્રત્યેની ઉદાસિનતા અને પોકળતા ખુલ્લી પડી ગઇ છે.

ભાજપ સરકારની કન્યા કેળવણી માટેના ખોખલા દાવાની પોલ ખોલતા કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાવો માટે છેલ્લા પાંચ વર્ષમાં ૧૯૯૦.૩૭ લાખ ફાળવવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ૬૯૯.૩૧ લાખ નાણાંનો ઉપયોગ થયો છે, જ્યારે પાંચ વર્ષમાં ૧૨૫૧.૦૬ લાખ જેટલા જંગી નાણાં વણવપરાયેલા છે. ગુજરાતમાં ભાજપ સરકાર કન્યા શિક્ષણ આપવામાં ઉણી ઉતરી રહી છે. ગુજરાતમાં ૧૦માં ધોરણના એનરોલમેન્ટની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
કન્યા કેળવણી અંગે શોર શોરથી પ્રચાર કરનારી ભાજપ સરકાર વાસ્તવમાં કન્યા કેળવણી અંગે ઉદાસિન રહી છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ધોરણ ૧૦માં દાખલ થનાર કન્યાઓની સંખ્યા ૪૯.૪૦ હતી. વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૭.૯૦ થઈ એટલે કે વર્ષ ૨૦૧૪-૧૫ ના આધારે ૧.૫ લાખ જેટલી કન્યાઓ ધોરણ-૧૦ માં દાખલ થવાનો ઘટાડો સ્પષ્ટ જોવા મળે છે.
પ્રવેશોત્સવ, ગુણોત્સવના નામે કરોડો રૂપિયાના ઉત્સવો પાછળ બેફામ નાણાં ઉડાવતી ભાજપ સરકાર ૬ હજાર શાળાઓને તાળા મારવાનું પાપ કરી રહી છે. જેની સૌથી વધુ અસર કન્યા શિક્ષણ પર સીધી પડશે. કન્યાઓનું એસ.એસ.સી.માં દાખલ થવાના ઘટાડા પાછળ રાજ્ય સરકારની કન્યા કેળવણી પ્રત્યેની ઉદાસીનતા સરકારી - ગ્રાન્ટેડ શાળાઓમાં ઘટાડો, શાળા બંધ કરવાની નીતિ, ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસોના રૂટનો અભાવ અને પરિવારોની આર્થિક નબળી સ્થિતી બીજીબાજુ સરકાર તરફથી કન્યા કેળવણી માટેનો પ્રોત્સાહનનો અભાવ, દિકરીઓના શિક્ષણ પર ગંભિર અસર કરી રહ્યું છે. વિકાસના બણગા ફુકતી અને બેટી બચાવો બેટી પઢાવોના સુત્રો પોકારતી જાહેરાતોમાં વ્યસ્ત ભાજપ સરકાર ગુજરાતની દિકરીઓને શિક્ષણથી વંચિત રાખી રહી છે.












Click it and Unblock the Notifications
