CMએ અધિકારીઓને આપી કડક સૂચના, વિકાસના કામોની ગુણવત્તામાં ગેરરીતિ ચલાવી લેવાશે નહીં, ખરાબ રોડ મામલે તપાસના આદેશ
Gujarat News: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાલી રહેલા વિકાસલક્ષી કામોની ગુણવત્તાને લઈને લાલ આંખ કરી છે. ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં CMએ સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને તાકીદ કરી છે કે, જનતાના કામોમાં કોઈપણ પ્રકારની નબળી ગુણવત્તા કે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

ખરાબ રોડ મામલે CM આકરા પાણીએ
કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું કે, મહેમદાબાદથી મહુધા વચ્ચેનો માર્ગ એક વર્ષ પહેલા જ 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ માર્ગ ટૂંકા સમયમાં બિસ્માર થયો હોવાની ફરિયાદ CM સુધી પહોંચી હતી. આ બાબતને ગંભીરતાથી લેતા CMએ.
- માર્ગ અને મકાન વિભાગના સચિવને આ રોડ તાત્કાલિક રીપેર કરાવવા આદેશ આપ્યો છે.
- આ મામલે જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો સામે કડક તપાસ સોંપી છે.
કસૂરવારો સામે થશે કડક કાર્યવાહી
CMએ તમામ વિભાગોના વડાઓને સૂચના આપી છે કે રાજ્યમાં જે પણ બાંધકામો થાય તેમાં ગુણવત્તા કેન્દ્રસ્થાને હોવી જોઈએ. જો કોઈ કામમાં ગંભીર ક્ષતિ જણાશે અથવા ભ્રષ્ટાચારની ગંધ આવશે, તો સંબંધિત કસૂરવાર સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.
જનતાના હિતમાં ત્વરિત નિર્ણયો
બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે સરકારનો હેતુ જનતાના ટેક્સના પૈસાનો સદુપયોગ કરી મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાનો છે. જો ક્યાંય ક્ષતિ રહી ગઈ હોય, તો જનતાના હિતમાં તેને તાત્કાલિક સુધારવા માટે પ્રશાસનને સૂચના આપી દેવામાં આવી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે?








Click it and Unblock the Notifications
