ગુજરાત સરકારનો મોટો નિર્ણય: વર્ગ-3ની ભરતી માટે CCE પરીક્ષાના નવા નિયમો જાહેર, જાણો શું બદલાયું?
Gujarat News: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે વર્ગ-3 (Class-3) ની ભરતી પ્રક્રિયાને વધુ સચોટ અને વ્યાપક બનાવવા માટે પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફારો કર્યા છે. હવેથી ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લર્ક અને હેડ ક્લર્ક જેવી વિવિધ જગ્યાઓ માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) નવા માળખા મુજબ લેવામાં આવશે.

પ્રાથમિક પરીક્ષાના ગુણમાં વધારો
અગાઉ વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષા 100 ગુણની લેવામાં આવતી હતી, પરંતુ હવે નવા નિયમો અનુસાર આ પરીક્ષા 150 ગુણની રહેશે. પરીક્ષાનો સમયગાળો 2 કલાક નક્કી કરવામાં આવ્યો છે. આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઉમેદવારોના જ્ઞાનનું વધુ ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવાનો છે.
નવું પરીક્ષા માળખું અને સિલેબસ
નવા નિયમો મુજબ ગ્રુપ-A અને ગ્રુપ-B એમ બંને માટે સમાન પ્રાથમિક પરીક્ષા યોજાશે. જેનું વિભાજન નીચે મુજબ છે.
- રિઝનિંગ: 60 ગુણ
- ક્વાન્ટીટેટિવ એપ્ટિટ્યુડ: 30 ગુણ
- સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ: 30 ગુણ
- ગુજરાતી ભાષા: 15 ગુણ
- અંગ્રેજી ભાષા: 15 ગુણ
નોંધ: પરીક્ષામાં 0.25 નેગેટિવ માર્કિંગની સિસ્ટમ યથાવત રાખવામાં આવી છે. પ્રાથમિક પરીક્ષા માત્ર ક્વોલિફાઈંગ (સ્ક્રિનિંગ ટેસ્ટ) રહેશે, તેના ગુણ ફાઈનલ મેરિટમાં ગણવામાં આવશે નહીં.
ગ્રુપ-A અને ગ્રુપ-B માટે અલગ મુખ્ય પરીક્ષા
મુખ્ય પરીક્ષાના તબક્કે ઉમેદવારોએ જે તે ગ્રુપ મુજબ અલગ પદ્ધતિથી પરીક્ષા આપવાની રહેશે.
- ગ્રુપ-A (વર્ણનાત્મક): આમાં 350 ગુણનું પેપર રહેશે (ગુજરાતી-100, અંગ્રેજી-100 અને સામાન્ય અભ્યાસ-150).
- ગ્રુપ-B (હેતુલક્ષી): આ પરીક્ષા MCQ આધારિત રહેશે, જે 200 ગુણની અને 2 કલાકની હશે.
કયા પદો પર આ નિયમો લાગુ થશે?
આ નવી પદ્ધતિ સચિવાલય, જિલ્લા કલેક્ટર કચેરીઓ અને પંચાયત સેવા પસંદગી મંડળ હેઠળની વિવિધ કચેરીઓમાં લાગુ પડશે. જેમાં મુખ્યત્વે નીચેના પદોનો સમાવેશ થાય છે.
- જુનિયર ક્લર્ક અને સિનિયર ક્લર્ક
- હેડ ક્લર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ
- ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ
- સબ-રજિસ્ટ્રાર અને ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેમ્પ્સ
અંતિમ પસંદગી સંપૂર્ણપણે મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવેલા મેરિટ લિસ્ટ મુજબ કરવામાં આવશે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
