મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આધેડે આપી ધમકી, 1 કરોડની ખંડણીની કરી માગ
ગુરુવારના રોજ એક વૃદ્ધ વ્યક્તિએ કથિત રીતે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને એક વીડિયોમાં ધમકી આપી હતી, જેમાં તેમને 1 કરોડ રૂપિયા ચૂકવવા અથવા પરિણામ ભોગવવા માટે જણાવવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને એક વીડિયો જાહેર કરીને બટુક મોરારી ઉર્ફે મહેશ ભગત નામના શખ્સે ધમકી આપી હતી, જેમાં ખુદને રામ કથાકાર બટુક મોરારી તરીકે ઓળખાવતા આધેડે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને 1 કરોડ રૂપિયા ચૂકવવા અથવા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી.
Recommended Video


પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારના રોજ એક વૃદ્ધ વ્યક્તિએ કથિત રીતે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને એક વીડિયોમાં ધમકી આપી હતી, જેમાં તેમને 1 કરોડ રૂપિયા ચૂકવવા અથવા પરિણામ ભોગવવા માટે જણાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો વાયરલ થતા, બનાસકાંઠા જિલ્લા પોલીસે આ માણસને પકડવા માટે બહુવિધ ટીમો બનાવી છે. આ બટુક મોરારીનું માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલને જાનથી મારી નાંખવાની ધમકી
— Sandhya Panchal (@SandhyaPanchal_) November 25, 2021
“7 તારીખ સુધીમાં 1 કરોડ રુપિયા પહોંચાડો નહીંતર અકસ્માતમાં મરાવી દેશે અને ગુજરાતમાં કોઈ દિવસ પટેલને રાજ નહીં કરવા દે” તેવી ધમકી
આ ભાઈ પોતાને રામ કથાકાર બટુક મોરારિબાપુ જણાવે છે, બનાસકાંઠાના વાવના હોવાનું કહે છે pic.twitter.com/32yllrBWEI
આ વીડિયોમાં એક આધેડ વ્યક્તિ, જેને પોલીસ દ્વારા બટુક મોરારી ઉર્ફે મહેશ ભગત તરીકે ઓળખવામાં આવે છે, તે મુખ્યપ્રધાનને ધમકી આપતો અને 11 દિવસમાં 1 કરોડ રૂપિયા ચૂકવવા અથવા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવા કહેતો સાંભળી શકાય છે.
બનાસકાંઠા જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પૂજા યાદવે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ભગત કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતો નથી અને તેની માનસિક સ્થિતિને કારણે તેણે વીડિયો બનાવ્યો અને ફરતો કર્યો હોય શકે છે.
પૂજા યાદવે જણાવ્યું હતું કે, "અમે મૂળ વાવ તાલુકાના અને હાલમાં જિલ્લાના થરાદ શહેરમાં રહેતા મહેશ ભગતને પકડવા માટે સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી છે. તે ભૂતકાળમાં "ભજન" ગાતો હતો, પરંતુ હાલમાં કોઈ કામ કરતા નથી. આજે તેનો વીડિયો વાયરલ થયા બાદ તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો છે"
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વૃદ્ધ વ્યક્તિની શોધખોળ કર્યા બાદ જ એફઆઈઆર દાખલ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. તેમના પરિવારના સભ્યોએ અમને જણાવ્યું કે, ભગત અપરિણીત અને માનસિક રીતે અસ્થિર છે. તેણે લાંબા સમય પહેલા પોતાનું ઘર છોડી દીધું હતું અને ત્યારથી વિચરતું જીવન જીવે છે. એકવાર તે ટ્રેસ થઈ જાય તે બાદ અમે તેનું નિવેદન નોંધીશું અને તે બાદ એફઆઈઆર નોંધવા અંગેની પ્રક્રિયા હાથ ધરીશું.












Click it and Unblock the Notifications
