Gandhinagar: મંત્રીમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે આવતીકાલે નહીં મળે કેબિનેટ બેઠક, જાણો વધુ વિગત
Gandhinagar: ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં મોટા ફેરફારો થવાની પ્રબળ અટકળો વચ્ચે બુધવારે ગાંધીનગરથી એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. ગુરુવારે નિયમિતપણે મળનારી રાજ્યની કેબિનેટ બેઠક હવે યોજાશે નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા આગામી એક કે બે દિવસમાં પૂર્ણ થઈ શકે છે, જેને પગલે ગુરુવારની બેઠક રદ કરવામાં આવી છે. હવે નવા મંત્રીમંડળની રચના અને ખાતાઓની ફાળવણી થયા બાદ જ કેબિનેટની બેઠક મળશે. જો સપ્તાહના અંત સુધીમાં વિસ્તરણ થશે તો ત્યારબાદ નવી કેબિનેટ બેઠક બોલાવવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રવાસ ટૂંકાવી પરત ફરશે
મંત્રીમંડળ વિસ્તરણની ગતિવિધિઓ વચ્ચે અન્ય એક મહત્ત્વના સમાચાર એ છે કે, પોતાના વતનના પ્રવાસે ગયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને આજે રાત્રે જ ગાંધીનગર પરત ફરી રહ્યા છે, જે સૂચવે છે કે શપથવિધિ ગમે ત્યારે થઈ શકે છે.
17 ઓક્ટોબરે શપથવિધિની સંભાવના
અંદરના સૂત્રોના મતે, આગામી 17 ઓક્ટોબરના રોજ 12:39ના વિજય મુહૂર્તમાં શપથવિધિ યોજાઈ શકે છે. નવા મંત્રીમંડળની શપથવિધિમાં શક્તિ પ્રદર્શન જોવા મળી શકે છે. અંદાજે 23 જેટલા મંત્રીઓનો સમાવેશ નવા મંત્રીમંડળમાં થઈ શકે છે, જેમાં 10થી વધુ કેબિનેટ મંત્રીઓ હશે.
રાજીનામા પહેલાં કેન્દ્રીય સંગઠનના આગેવાન આવશે
બીજી તરફ, હાલના જે મંત્રીઓને પડતા મૂકવામાં આવશે, તેમના રાજીનામા ગુરુવારે લઈ લેવાય તેવી પણ ચર્ચા છે. જોકે, મંત્રીઓના રાજીનામાની પ્રક્રિયા પહેલાં કેન્દ્રીય સંગઠનના મહત્ત્વના આગેવાનો ગુજરાતની મુલાકાત લેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
