Gujarat By Elections 2020: ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી
Gujarat By Elections 2020: ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી
ગાંધીનગરઃ રવિવારે ભાજપ અને કોંગ્રેસે ગુજરાતમાં થનાર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની એક યાદી જાહેર કરી દીધી છે. જણાવી દઈએ કે ભાજપે ગુજરાતની સાથે જ ઝારખંડ, મણિપુર અને ઓરિસ્સાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. ભાજપે એક પ્રેસ નોટ રિલીઝ કરી ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. જણાવી દઈએ કે દેશની 56 વિધાનસભા સીટ પર 3થી 7 નવેમ્બરે પેટાચૂંટણી થશે.

ગુજરાતમાં ભાજપે આ ઉમેદવારોના નામ જાહેર કર્યાં
ગુજરાતની આઠ સીટ પર પેટા ચૂંટણી થનાર છે. ભાજપે ગુજરાત માટે પોતાના તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. અબડાસા સીટથી ડૉ પ્રદ્યુમ્ન સિંહ જાડેજા, ગઢડા (આરક્ષિત) સીટ પરથી આત્મારામ પરમાર, કરજણથી અક્ષય પટેલ, મોરબીથી બ્રિજેશ મિર્જા, ધારીથી જેબી કાકડિયા, ડાંગથી (આરક્ષિત) વિજય પટેલ, કપરાડાથી (આરક્ષિત) જીતુભાઈ ચૌધરીને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર
જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે પણ રવિવારે પોતાના પાંચ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. મળી રહેલી માહિતી મુજબ ગઢડાથી કોંગ્રેસે મોહન સોલંકી, અબડાસાથી શાંતિલાલ સેંઘાણી, ધારીથી સુરેશ કોટડિયા, મોરબીથી જેન્તી પટેલ, કરજણથી ધર્મેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
