Gujarat Budget: ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબા ગાળાના લાભો આપનારું બજેટ: રાજ્યપાલ
Gujarat Budget: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત સરકારના વર્ષ 2023-24ના અંદાજપત્રને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના લાભો આપનારું અંદાજપત્ર ગણાવ્યું છે.
Gujarat Budget: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ માટે કિસાનો પ્રેરિત થાય એવા પ્રયત્નો કરીને, ખેડૂતોની આવક બમણી કરવા સરકારે વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે રહેવાની પ્રતિબદ્ધતા આ અંદાજપત્રમાં વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અમૃતકાળ માટે ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારિત કરતા અંદાજપત્ર માટે અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સંલગ્ન પ્રશિક્ષણ અને કૃષિ, મત્સ્યોદ્યોગના વિસ્તરણ-સંશોધન માટે કાર્યરત ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને માળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 1,153 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે, જે આવકાર્ય છે. આ જોગવાઈથી ખેડૂતોની આવતીકાલ વધુ ઉજ્જવળ બનશે.
ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટીગ્રેશન મિશન- TALIM યોજના પણ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા 203 કરોડની ફાળવણી કરાઈ છે, જેનાથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા અને દેશી ગાયોની જાળવણી કરવા પ્રોત્સાહિત થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
