Gujarat Budget 2026: જનતાને મોટી રાહત! બજેટમાં કોઈ નવો ટેક્સ નહીં: CM ભૂપેન્દ્ર પટેલ
Gujarat Budget 2026: નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27નું રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલે આ બજેટને 'વિકસિત ગુજરાત @2047' ના પાયા સમાન ગણાવ્યું છે. CMએ રાજ્યની જનતાને મોટી રાહત આપતા જણાવ્યું છે કે, આ વર્ષના બજેટમાં કોઈપણ પ્રકારનો નવો કરવેરો (Tax) નાખવામાં આવ્યો નથી.

બજેટના મુખ્ય પાસાઓ: CMના શબ્દોમાં
CMએ બજેટની સમીક્ષા કરતા જણાવ્યું કે, આ વખતે બજેટના કદમાં ગત વર્ષની સરખામણીએ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. બજેટના મહત્વના આંકડાઓ આ મુજબ છે:
- વિકાસલક્ષી ખર્ચ: કુલ બજેટના 65 ટકા રકમ વિકાસલક્ષી કાર્યો માટે ફાળવવામાં આવી છે.
- ગ્રીન બજેટ: પર્યાવરણની જાળવણી અને ટકાઉ વિકાસ માટે ₹15,000 કરોડથી વધુની ફાળવણી.
- શિક્ષણ અને રમતગમત: આ ક્ષેત્ર માટે ₹64,000 કરોડ જેવી માતબર રકમ ફાળવીને યુવા શક્તિ પર ભાર મુકાયો છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી પર ભાર
ગુજરાતને 'ફ્યુચર રેડી' બનાવવા માટે સરકારે નેક્સ્ટ જનરેશન કનેક્ટિવિટી પર ધ્યાન આપ્યું છે:
- હાઈ સ્પીડ કોરિડોર: રાજ્યમાં ઝડપી પરિવહન માટે હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટમાં ₹800 કરોડની જોગવાઈ.
- AI અને ડીપ ટેક: આધુનિક ટેકનોલોજી અને સંશોધન માટે ₹850 કરોડ ફાળવવામાં આવ્યા છે.
- પ્રવાસન: ટુરીઝમ સેક્ટરના વિકાસ માટે ₹6,500 કરોડથી વધુનું બજેટ.
આદિવાસી અને ગ્રામીણ વિકાસ
ભગવાન બિરસામુંડાની 150મી જન્મજયંતીના વર્ષ નિમિત્તે સરકારે આદિવાસી પટ્ટા માટે વિશેષ આયોજન કર્યું છે:
- ₹35,000 કરોડની ફાળવણી: આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે આ જંગી રકમ ફાળવાઈ છે.
- નવી GIDC: આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગો અને રોજગારી વધારવા માટે 5 નવી જીઆઈડીસી સ્થાપવામાં આવશે.
- સિંચાઈ યોજના: 4 આદિવાસી જિલ્લાઓના 18 તાલુકાઓમાં ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા 51,480 હેક્ટર જમીનને પાણી અપાશે.
અમદાવાદ બનશે 'ઓલિમ્પિક રેડી'
CMએ ઉમેર્યું કે, અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન બનાવવા અને ઓલિમ્પિક સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે ₹1,200 કરોડ થી વધુની જોગવાઈ કરવામાં આવી છે.
CMનો વિશ્વાસ: "આ બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાના વિઝનને પાર પાડનારું છે. 6 રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન દ્વારા અમે સંતુલિત આર્થિક વિકાસની નેમ રાખી છે."
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
