Gujarat Budget 2026 : કયા વિભાગને કેટલી ફાળવણી? જાણો સંપૂર્ણ આંકડા
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે 4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં રાજ્યના વિવિધ વિભાગો માટે નાણાકીય જોગવાઈઓ કરવામાં આવી છે.
નાણા વિભાગને સૌથી વધુ 1,08,363 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે કુલ બજેટના 26.56% જેટલી થાય છે. રાજ્યના આર્થિક વહીવટને વેગ આપવા આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

શિક્ષણ વિભાગ બીજા ક્રમે છે, જેને 63,183 કરોડ ફાળવવામાં આવ્યા છે. કુલ બજેટમાં શિક્ષણનો હિસ્સો 15.48% છે, જે રાજ્યની શૈક્ષણિક પ્રગતિ માટેની કટિબદ્ધતા દર્શાવે છે.
શહેરી વિકાસ અને આવાસ વિભાગ માટે 33,503 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. આ વિભાગને કુલ બજેટના 8.21% હિસ્સો આપીને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મુકાયો છે.
માર્ગ અને મકાન વિભાગને 29,709 કરોડ ફાળવાયા છે, જે કુલ બજેટના 7.28% છે. રાજ્યમાં રસ્તાઓ અને સરકારી ઇમારતોના આધુનિકીકરણ માટે આ રકમ વાપરવામાં આવશે.
નર્મદા અને જળસંપત્તિ વિભાગ માટે 25,960 કરોડની ફાળવણી બજેટમાં જોવા મળી છે. કુલ 6.36% હિસ્સા સાથે રાજ્યના સિંચાઈ અને જળ વ્યવસ્થાપનને પ્રાધાન્ય અપાયું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને 25,403 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. 6.23% ના હિસ્સા સાથે રાજ્યમાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ કરવામાં આવશે.
ખેતી અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે 24,022 કરોડની જોગવાઈ સરકારે બજેટમાં કરી છે. કુલ બજેટના 5.89% હિસ્સો ખેડૂતોના સર્વાંગી ઉત્થાન માટે ફાળવવામાં આવ્યો છે.
પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગને 14,857 કરોડ એટલે કે 3.64% રકમ મળી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે પણ 13,941 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગૃહ વિભાગને સુરક્ષા વ્યવસ્થા માટે 13,662 કરોડની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગને 7,689 કરોડનો હિસ્સો આ વર્ષે પ્રાપ્ત થયો છે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ માટે 7,086 કરોડ તથા મહેસૂલ વિભાગ માટે 5,551 કરોડ ફાળવાયા છે. આદિજાતિ વિકાસ માટે પણ 5,425 કરોડની મહત્વની જોગવાઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
