Gujarat budget 2024: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2659 કરોડની જોગવાઈ
Gujarat budget 2024: આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2659 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શ્રમજીવીઓ રાજયના માળખાકીય વિકાસ સાથે ઉદ્યોગો અને સેવાક્ષેત્રો માટે અગત્યનો ભાગ ભજવે છે. શ્રમિકો તેમજ તેમના પરિવારો માટે સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. અદ્યતન ટેકનોલોજી આધારિત ભવિષ્યલક્ષી ઉદ્યોગો માટે તાલીમબદ્ધ યુવાનો ઉપલબ્ધ થાય અને તેઓ દેશ અને વિદેશોમાં ઉભી થતી રોજગારીની નવી તકોનો લાભ લઇ શકે, તે માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું અપગ્રેડેશન કરવામાં આવી રહેલ છે. વધુમાં અગ્રણી ઉદ્યોગ ગૃહો સાથે જોડાણ કરી તાલીમની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટેની જોગવાઈઓ
આઇટીઆઇના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ માટે 299 કરોડની જોગવાઈ.
અદ્યતન કુશળતા પ્રદાન કરવા હાલમાં પાંચ મેગા આઇટીઆઇ કાર્યરત છે. હવે 6 વધુ આઇટીઆઇને મેગા આઇટીઆઇમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે 187 કરોડની જોગવાઈ.
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિકોને 5 રૂપિયાના નજીવા દરે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે હાલમાં 273 કેન્દ્રો કાર્યરત છે. જેમાં દરરોજ સરેરાશ 40 હજારથી વધુ શ્રમિકો જમે છે. આ યોજના અંતર્ગત નવા 100 ભોજન વિતરણ કેન્દ્રોર શરૂ કરવામાં આવશે. આ યોજના માટે 131 કરોડની જોગવાઇ.
ઔદ્યોગિક એકમોમાં કુશળ કારીગરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત 122 કરોડની જોગવાઈ.
બાંધકામ શ્રમિકોને કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા શ્રમિક બસેરા સ્થાપવા માટે 200 કરોડની જોગવાઇ.
બાંધકામ શ્રમિકો માટે પ્રાથમિક સારવાર પહોંચાડવાના હેતુથી હાલના કાર્યરત 154 ધન્વંતરી આરોગ્ય રથ ઉપરાંત વધુ 50 રથ કાર્યરત કરવામાં આવશે. આ માટે 59 કરોડની જોગવાઈ.
કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ સેન્ટ્ર ઓફ એક્સેલેન્સ ઈન સ્કીલ એન્ડશ એમ્પ્લોયબિલિટી સેન્ટરની સ્થાપના કરવા સહિત વિવિધ કામો માટે 47 કરોડની જોગવાઈ.
સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કુશળ યુવાધન ઉભું કરવા આંતરરાષ્ટ્રીય કંપની માઇક્રોનના સહયોગથી સાણંદ ખાતે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરની સ્થાપના કરવા માટે 33 કરોડની જોગવાઈ.
105 આઇટીઆઇમાં વેલ્ડર ટ્રેડ માટે AR/VR Lab (Augmented Reality/Virtual Reality) બનાવવા માટે 26 કરોડની જોગવાઈ.
જીઆઇડીસી વિસ્તારોમાં સ્થાનિક માનવબળને કુશળ બનાવવા લોકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વોકેશનલ એજ્યુકેશન (LIVE) યોજના માટે 15 કરોડની જોગવાઇ.
અસંગઠિત શ્રમયોગી માટેની અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં સહાયની રકમ 1 લાખથી વધારીને 2 લાખ કરવા માટે 5 કરોડની જોગવાઈ.
ડ્રોન સ્કીલ ઈન્સ્ટીસ્ટ્યુટના સંચાલન તથા ડ્રોન ઈન્સ્ટ્ર્ર ક્ટર સેન્ટરની સ્થાપના માટે 4 કરોડની જોગવાઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
