Gujarat Budget 2022 : પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે 9048 કરોડની જોગવાઇ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું વિધાનસભા બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થઇ ગયું છે. 3 માર્ચના રોજ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્તમાન રાજ્ય સરકારનું પહેલું અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું છે
Gujarat Budget 2022 : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું વિધાનસભા બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થઇ ગયું છે. 3 માર્ચના રોજ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્તમાન રાજ્ય સરકારનું પહેલું અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું છે. જેમાં પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે 9048 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

દરેક ગામમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ કરી આરોગ્ય અને સુખાકારીના ક્ષેત્રે વધારે પ્રગતિ થાય તે સરકારનો સંકલ્પ છે. ગ્રામ અસ્મિતાની જાળવણી થાય તેમજ નવતર સગવડો ઉત્તરોત્તર વિકાસ પામે તે જ અમારી લોકાભિમુખ સરકારનો મૂળમંત્ર છે. ગામોને ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટી પૂરી પાડી ડિજિટલ ડિવાઇડ ઘટાડવા માટે ભારતનેટ યોજના અંતર્ગત કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
ગ્રામ્ય કક્ષાએ વધુ સારી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી 108 એમ્બ્યુલન્સ સેવા, ડિજિટલ પોર્ટલના માધ્યમથી ઉપલબ્ધ કરાવેલી સરકારી યોજનાકીય લાભો, ઓનલાઇન બેકિંગ સેવા, ઓનલાઇન શિક્ષણ જેવી તમામ સેવાઓ ગામ લોકોને હાથવગી ઉપલબ્ધ કરાવવા ફ્રી વાઇ-ફાઇની સુવિધા પૂરી પાડવામાં આવશે.
- 15મા નાણાંપંચ હેઠળ પંચાયતોને માળખાકીય સગવડો માટે 15 હજાર 650 કરોડ મળનારી છે. તે પૈકી આગામી વર્ષ માટેની જોગવાઇ 2446 કરોડ.
ગ્રામ પંચાયતોમાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરી, ગ્રામજનોનું જીવનધોરણ ઊંચું લાવવા, જાહેર ગ્રંથાલયો બનાવવાં, ગામલોકોના સ્વાસ્થ્યના સુધારા માટે કસરતના સાધનો પૂરા પાડવા, સ્મૃતિ સ્મારકોનું રિપેરિંગ કરવા, ગામનું ગેઝેટીયર બનાવવા, ગ્રામ પંચાયત કચેરી પર સોલર રૂફ ટોપ લગાડવા જેવી બાબતોનો સમાવેશ કરતી મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના શરૂ કરવામાં આવશે.
- ઇ-ગ્રામ સેન્ટરની સગવડોને વધારે સઘન તેમજ સુદૃઢ બનાવી 200 જેટલી સેવાઓ પૂરી પાડવા જોગવાઇ 35 કરોડ.
- રાજ્યનાં બધા ગામોમાં તબક્કાવાર વિનામૂલ્યે વાઇ-ફાઇ સેવા કરવાની યોજનાના પ્રથમ તબક્કામાં અંદાજે 4 હજાર ગામોમાં વિનામૂલ્યે વાઇ-ફાઇની સગવડ પૂરી પાડવા જોગવાઇ 71 કરોડ.
- આઠ શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારમાં આવેલ ગ્રામ પંચાયતોમાં ઘન કચરાના નિકાલની વ્યવસ્થા ઊભી કરવા જોગવાઇ 75 કરોડ.
- રસીકરણ, જન્મ મરણ નોંધણી, નળ કનેક્શન, મહિલા અને બાળકોમાં પોષણ જેવા માપદંડોને આધારે સ્માર્ટ વિલેજ જાહેર કરી તેમને પ્રોત્સાહન આપવા માટે જોગવાઇ 2 કરોડ.
- પંચાયત વિભાગના વહીવટી માળખાને સુદૃઢ કરવાના ભાગરૂપે 13 હજાર જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતીની પ્રક્રિયા હાલ પ્રગતિ હેઠળ છે.
ગ્રામવિકાસ
ગ્રામીણ વિસ્તારમાં લોકોના જીવનધોરણમાં સુધારો કરવા, રોજગારી, કૌશલ્ય વિકાસ અને માળખાકીય સુવિધાઓ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં છે. જેમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અને સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો સમાવેશ થાય છે.
- 2024 સુધીમાં સૌને આવાસના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ, આવતા બે વર્ષમાં 4 લાખ જેટલા નવા આવાસો બનાવવાના ભગીરથ પ્રયાસો સરકારે આદર્યા છે. આ યોજના માટે જોગવાઇ 933 કરોડ.
- મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત જોગવાઇ 900 કરોડ.
- આંગણવાડી, શાળાના ઓરડા, મધ્યાહન ભોજન શેડ, વન-નર્સરી, સામુદાયિક કૂવા, કેટલ શેડ વગેરે લોકોપયોગી અસ્ક્યામતો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજનાના જોડાણથી ઊભી કરવા મટીરિયલ કમ્પોનન્ટ માટે જોગવાઇ 500 કરોડ.
- સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સફાઇનાં ધોરણ સુધારવા માટે જોગવાઇ 467 કરોડ.
- મહિલાઓનાં સશકિતકરણ અને આર્થિક વિકાસ માટે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (આજીવિકા) અંતર્ગત જોગવાઇ 231 કરોડ.
- ગ્રામ્યસ્તરે પાયાની સેવાઓ અને આર્થિક ઉન્નતિને પ્રોત્સાહન આપવા શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન હેઠળ જોગવાઇ 91 કરોડ.
- નવા મંજૂર થયેલ આવાસની સાથે બાથરૂમ સુવિધા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત જોગવાઇ 38 કરોડ.
- મહિલા સ્વસહાય જૂથોને ધિરાણ પર વ્યાજ સહાય આપવા જોગવાઇ 18 કરોડ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
