ગુજરાત બોર્ડ 12 સાયન્સના રિપીટર્સ વિદ્યાર્થીઓનુ આવ્યુ પરિણામ, 15% વિદ્યાર્થીઓ જ થયા પાસ
આજે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.
અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરના કારણે આ વર્ષે ધોરણ 10 અને 12માં બોર્ડની રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ રદ કરીને તેમને પ્રમોશન આપવામાં આવ્યુ હતુ જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈએ લેવામાં આવી હતી. આજે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. 12 સાયન્સના કુલ 32465 વિદ્યાર્થીઓમાંથી 30343 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે જેમાં 2281 વિદ્યાર્થી અને 2363 વિદ્યાર્થીનીઓ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ જુલાઈમાં યોજાયેલી ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓ પોતાના બેઠક નંબરના આધારે પરિણામ જોઈ શકશે. આ પરીક્ષાનુ પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગે જાહેર કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર result.gseb.org પર જઈને પોતાનો સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકશે. માર્કશીટ માટેની જાહેરાત પછીથી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે રિપીટર વિદ્યાર્થીઓમાં એ ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 1130 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે એ ગ્રુપમાં 1425 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 297 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. વળી, બી ગ્રુપમાં 9554 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1151 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે બી ગ્રુપમાં 11578 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 2071 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. એબી ગ્રુપના 6 વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થીની હતા જેમાંથી કોઈ પાસ થયુ નથી. એ ગ્રુપનુ પરિણામ વધુ સારુ આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે 12 સાયન્સના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત કર્યા બાદ ધોરણ 10 અને 12ના 4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓએ પણ માસ પ્રમોશનની માંગ કરી હતી. રિપીટર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી અને શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો પરંતુ છેવટે 15 જુલાઈના રોજ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવી હતી.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
