Gujarat BJP :ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ, આજે સવારે 11થી 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે
Gujarat BJP: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ ચરમસીમાએ છે. ગઈકાલે, 2 ઓક્ટોબરના રોજ, ભાજપના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જેનાથી લાંબા સમયથી ચાલી આવતી અટકળોનો અંત આવ્યો હતો.આજે, 3 ઓક્ટોબરના રોજ, ગુજરાતના 292 રાજ્ય પરિષદના સભ્યો પ્રદેશ પ્રમુખ અને 29 રાષ્ટ્રીય પરિષદના સભ્યો માટે મતદાન કરશે. આ ચૂંટણી માત્ર ગુજરાત ભાજપનું ભવિષ્ય નક્કી કરશે નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે ભાજપ નેતૃત્વની પસંદગીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Gujarat News: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં આજે ચૂંટણીના રાષ્ટ્રીય અધિકારીઓ ગુજરાત આવશે અને ભૂપેન્દ્ર યાદવ અને કે લક્ષ્મણ ગુજરાત આવશે અને ગુજરાત ભાજપ પ્રમુખના નામની જાહેરાત સમયે હાજર રહેશે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીના આજે ફોર્મ ભરાશે અને ફોર્મ પાછા ખેંચાશે, સવારે 11થી 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે અને બપોરે 3થી 4 વાગ્યા સુધી ફોર્મ ચકાસણી કરાશે અને સાંજે 5થી 5.30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા
નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે હાઈકમાન્ડ કોને ઉમેદવારી ફોર્મ ભરવાની સૂચના આપે છે તે મોડી રાત સુધી રહસ્યમય રહ્યું છે. જો કે, ભાજપમાં કાર્યકરો એવુ ચોક્કસપણે માને છે કે, અધ્યક્ષના પદે OBC સમુહમાંથી આવતા નેતાની જ પસંદગી થશે. આ કારણોસર સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માથી લઈને OBC સમૂહની નાની જ્ઞાતિના નેતાઓના નામ ચર્ચામાં છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટિલના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે કેન્દ્રીય ભાજપ સંગઠને છેવટે પ્રક્રિયા આરંભી છે. ગુરૂવારે દશેરાના દિવસે કેન્દ્રીય સંગઠને ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની વરણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં શુક્રવારની બપોરે 2 વાગ્યા સુધીમાં નવા અધ્યક્ષ માટે ઉમેદવારી ફોર્મ ભરવા કહેવાયુ છે. જો એકથી વધુ ઉમેદવારી થશે તો શનિવારે મતદાન બાદ નવા અધ્યક્ષની જાહેરાત થશે. પરંતુ, ભાજપમાં સર્વસહમતિથી પ્રદેશ અધ્યક્ષની વરણી થતી હોવાથી શુક્રવારે બપોર સુધીમાં જ ચિત્ર સ્પષ્ટ થશે. એમ જાણવા મળ્યુ છે. પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ તરીકે લાંબા સમયથી બક્ષીપંચ- OBC સમુહને તક મળશે તેવી ચર્ચાઓ છે.
ગુરૂવારે રાષ્ટ્રીય સંગઠને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો તેની સાથે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માનુ નામ ઉપસીને બહાર આવ્યુ છે. અલબત્ત આ અંગે સત્તાવારપણે ગુરૂવારે મોડી રાત સુધી સર્મથન મળ્યુ નથી. આવા અનેક OBC ચહેરા ભાજપના નવા સુકાની તરીકે ચર્ચામાં છે ત્યારે હાઈકમાન્ડ કાર્યકરોને ફરી ચોકાવી પણ શકે છે. અત્રે એ નિર્દેશ કરવો અનિવાર્ય છે કે, જો રાજ્ય સરકારમાંથી કોઈ મંત્રીને સંગઠન અધ્યક્ષની જવાબદારી સોંપાય તો આવનારા સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ- ફેરફાર પણ ખુબ ઝડપથી થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
આ ઔપચારિકતા માટે CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટિલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત 292 મતદારોની યાદી પણ જાહેર કરવામા આવી છે. જો કે, ચૂંટણી કે મતદાન લેવાયા વગર જ નવા અધ્યક્ષની નિમણૂંક થઈ જશે. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ ભાજપે પોતાનુ નવુ સંગઠન રચના ગતવર્ષે જૂલાઈ મહિનાથી જેના સવા વર્ષ પછી અધ્યક્ષની નિમણૂંક માટેનો કાર્યક્રમ-ચૂંટણીને નામે જાહેર કર્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
