Gujarat Assembly Election 2022: પોતાના પ્રવાસમાં કેજરીવાલે સૌરાષ્ટ્ર- કચ્છ પર વધુ જોર આપ્યું

Gujarat Assembly Election 2022: પોતાના પ્રવાસમાં કેજરીવાલે સૌરાષ્ટ્ર- કચ્છ પર વધુ જોર આપ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)ની તારીખો સત્તાવાર રીતે જાહેર થતાંની સાથે જ આમ આદમી પાર્ટીએ પોતાની સમગ્ર તાકાત સાથે ગુજરાતમાં ચૂંટણી અભિયાન શરૂ કરી દીધું છે. ખુદ દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં 11 રોડ શો કરી ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલે પોતાના પાંચ દિવસના સૌથી લાંબા ગુજરાત પ્રવાસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાર્ટીનું અભિયાન મજબૂતીથી શરૂ કર્યું.

arvind kejriwal

સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર જિલ્લામાં આમ આદમી પાર્ટીનું પલડું વજનદાર માનવામાં આવી રહ્યું છે. એવામાં અરવિંદ કેજરીવાલે આ ક્ષેત્રમાં 5 દિવસમાં 11થી વધુ રોડ શો કર્યા. આ દરમિયાન તેમણે લોકોને કહ્યું, "એકેય પાર્ટી આવીને તમારી પાસે સ્કૂલો વિશે વાત નથી કરતી, કોઈ પાર્ટી તમારી સાથે હોસ્પિટલ્સ વિશે વાત નથી કરતી, કોઈ પાર્ટી તમારી સાથે વીજળી, રોજગાર વિશે વાત નથી કરતી. અમારી એકમાત્ર એવી પાર્ટી છે જે રોજગાર, વીજળી અને તમારા પરિવારની વાત કરી રહી છે."

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઈસુદાન ગઢવીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી અરવિંદ કેજરીવાલે પોતાના પાંચ દિવસના અભિયાનની શરૂઆત કરી હતી. ઈસુદાન ગઢવી પણ સૌરાષ્ટ્ર સાથે સંબંધ ધરાવે છે, તેઓ મુળ પીપળીયા ગામના રહેવાસી છે. કેજરીવાલના પાંચ દિવસીય પ્રવાસમાં લગભગ દરેક ચૂંટણી ક્ષેત્રમાં બે-ત્રણ રેલીઓ સામેલ હતી. આ દરમિયાન પંજાબના સીએમ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માને મધ્ય ગુજરાત અને અમદાવાદના વિસ્તારોને કવર કર્યા.

અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પોતાની પાર્ટી તરફથી અનેક ગેરેન્ટીઓ આપી. તેમણે કહ્યું કે, "વચેટીયાઓને પૈસા દેવાની કોઈ જરૂરત નથી. અમે ડીઝલ પર 25% સબ્સિડી આપશું, ગમે તે ભાવ કેમ ના હોય. માછીમારોને પણ અમે વ્યાજ વિના લોન આપશું. તેમણે માછીમાર સમુદાય માટે માછલીઓ પર એમએસપી, માછીમારો માટે ઘર અને દુર્ઘટનાઓમાં મોતને ભેટનારાઓના પરિવાર માટે મદદનું વચન આપ્યું."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X